દિલ્હી:

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 34,884 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ 671 લોકોના મોત થયા છે. દેશભરમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી છે. જેમાંથી 3.58 લાખ કરતાં પણ વધારે કેસ એક્ટિવ છે. જ્યારે 6.53 લાખ 751 લોકો કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાને લીધે 26,273 લોકોના મોત થયાં છે.

નવીનત્તમ આંકડાઓ અનુસાર, કોરોના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત 10 રાજ્યોમાં મહારાષ્ટ્ર (2,92,589) સૌથી આગળ છે. તેના પછી તમિલનાડુ (1,60,907), દિલ્હી (1,20,107), કર્ણાટક (55,115), ગુજરાત (46,430), ઉત્તર પ્રદેશ (45,163), તેલંગાણા (42,496), આંધ્ર પ્રદેશ (40,646), પશ્ચિમ બંગાળ (38,011) અને રાજસ્થાન (27,789) છે.

ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણથી 26,273 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 10 લાખ કરતાં પણ વધારે લોકો સંક્રમિત થયા છે.