વડોદરા,તા.૧૭, 

વડોદરા મહાનગર પાલિકાના સત્તાના નશામાં મદ બનેલા શાસકો દ્રારા સ્વાર્થ વિના સ્મશાનની કામગીરી પણ કરવામાં આવતી નહોતી. આ બાબતે પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા બબ્બે વર્ષ સુધી પાલિકાની સામાન્ય સભામાં રામનાથ સ્મશાનના ધ્વસ્ત બનીને નડતરરૂપ બનેલા ઝાડનજરે દૂર કરવાને માટે પુર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પાલિકાનું તંત્ર આ બાબતે આળસ મરડીને બેઠું થવાના બદલે કુંભકર્ણની નિંદ્રા માણતું રહ્યું હતું. આખરે મુદ્દત પૂર્ણ થતા આ અધૂરી કામગીરીને પૂર્ણ કરવાને માટે આખરે પુર્વ વિપક્ષી નેતાએ જેસીબી અને કામદારોની મદદ લઈને આ રામનાથ સ્મશાનમાં આવનાર ડાઘુઓને નડતરરૂપ બનેલા ઝાડને આખરે દૂર કર્યું હતું.

તેઓએ છેલ્લા બે વર્ષથી સભામા સત્તા પક્ષને વારંવાર રજુઆત કરી હતી કે રામનાથ સ્મશાન, ગાજરાવાડી, વાડીમા જૂનું મોટુ ઝાડ પડી ગયેલ છે. જેને લઈને સ્મશાનમા આવનાર નગરજનોને તકલીફ પડે છે, એટલે એને તાત્કાલિક હટાવો. તેમ છતાં આ જનહિતનું કાર્ય બબ્બે વર્ષ સુધી કરવામા આવ્યું નહોતું. છેવટે વિપક્ષી નેતાએ ખાનગી જે.સી.બી બોલાવી આ જૂનું ઝાડ હટાવવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું.