25, જાન્યુઆરી 2021
પાવી જેતપુર
સ્થાનીક સ્વરાજ્યની ચૂટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે છોટા ઉદેપુરમાં રાજકારણ ગરમાયું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને સંભવીત ઉમેદવારો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા જીલ્લા પંચાયતની ચૂટણી જાહેર થઈ ચૂકી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. અને રાજકીય પાર્ટીઓ દ્વારા સંભીત ઉમેદવારો પણ નક્કી કરી દેવામાં આવ્યા હોવાનું પાર્ટીના આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું છે. છોટા ઉદેપુર જીલ્લામાં જીલ્લા પંચાયતની ૩૨ બેઠકોની ચૂટણી અને ૬ તાલુકાની ૧૪૦ તાલુકા પંચાયતની બેઠકો માટે ચૂટણીનો જંગ જામશે જેમાં ૭,૬૮,૮૬૫ મતદારો મતદાન કરશે. ચૂટણી જાહેર થઈ ગઈ છે ત્યારે અમારી તમામ પ્રકારની તૈયારીઓ થઇ ગઈ છે. ૨૫ તારીખ સુધીમાં આખા જીલ્લાની ફેરણી પણ પૂરી થઈ જશે, સંભાવીત ઉમેદવારો પણ ફાઇનલ થઈ ગયા છે. હવે અમે જંગમાં ઉતરીએ એટલું જ બાકી છે. અને આ વખતે ૩૨ માથી ૨૫ જીલ્લા પંચાયત બેઠકો જીતીશું તેવી આશા છે. ચૂટણીમાં ઘણા બધા પ્રશ્નો છે, ખેડૂત આંદોલન છે, એમ.એસ.પી નો પ્રશ્ન છે.અમુક પંચાયતોના ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે. યશપાલસીંહ ઠાકોર, પ્રમુખ, છોટા ઉદેપૂર જીલ્લા કોંગ્રેસે જણાવ્યુ હતુ ચૂટણી જાહેર થઈ ચૂકી છે અમારી ફૂલ તૈયારીઓ છે. દરેક બુથમાં ૧૫૦ જેટલા કાર્યકરો કામ કરી રહ્યા છે. આવનારા દીવસોમાં ભાજપ જવલંત વિજય મેળવશે તેવી આશા છે. તાલુકા પંચાયતમાં જીલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હતી પણ તેઓએ કેવો વહીવટ કર્યો છે તે તેમના જ સભ્યોને પૂછજાે, કોંગ્રેસથી પ્રજા નારાજ છે. ડો. બાબાસાહેબ આંબેડકરનું પૂતળું મૂક્યું છે પણ સંખેડાના અંગૂઠા છાપ પ્રમુખે તાલુકામાં નથી મૂક્યું. કોંગ્રેસે ૭૦ વર્ષમાં કાઇ કર્યું નથી. મોહનસીંહ રાઠવા અને સુખરામ રાઠવા ઘણા સમયથી ધારાસભ્ય છે મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ પોતાની રોટલી શેકે છે.