દિલ્હી-

રશિયાની કોરોના વાયરસની વેક્સીન સ્પૂતનિક-વીનો બીજાે જથ્થો રવિવારે ભારત પહોચી ગયો છે. આ હૈદરાબાદમાં વિમાનથી લાવવામાં આવ્યો છે. આ સાથે જ ભારતમાં રશિયાના રાજદૂત એન કુદાશેવે કહ્યુ છે કે બારતમાં સ્પૂતનિક ફ વેક્સીનનું ઉત્પાદન વધારીને દર વર્ષે ૮૫ કરોડ ડોઝ સુધી કરવાની આશા છે.

રશિયાના રાજદૂતે કહ્યુ કે સ્પૂતનિક વી રશિયન-ભારતીય વેક્સીન છે. આ સાથે જ આશા છે કે ભારતમાં તેનું ઉત્પાદન ઝડપથી વધશે. આ સિવાયા તેમણે એમ પણ કહ્યુ કે જલ્દી રશિયાની સિંગલ ડોઝ કોરોના વેક્સીન સ્પૂતનિક લાઇટને પણ લાવવાનો પ્લાન છે.રશિયાના રાજદૂતે કહ્યુ, રશિયામાં જુલાઇ, ૨૦૨૦થી લોકોના રસીકરણ માટે આ વેક્સીનનો ઉપયોગ થઇ રહ્યો છે. રશિયાના તબીબોએ કહ્યુ છે કે આ કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરૂદ્ધ પ્રભાવી છે. બીજી તરફ ભારતમાં પ્રથમ જથ્થો ૧ મેએ સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીની ક્લિયરન્સ બાદ પહોચ્યો હતો. દેશમાં વેક્સીનની કમી વચ્ચે ગુરૂવારે કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે સ્પૂતનિક ફ વેક્સીન આવતા અઠવાડિયાથી બજારમાં મળશે.