વલસાડ-

વલસાડ જિલ્લામાં થોડા દિવસથી ગૌ તસ્કરોએ આતંક મચાવ્યો છે. તાજેતરમાં ગૌ તસ્કરોને રોકવાનો પ્રયાસ કરનારા પર ગાઢી ચડાવવાના પ્રયાસ બાદ એક સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ૫થી ૬ ઇસમો રાત્રીના અંધારામાં ઉમરગામમાં ગૌ વંશની તસ્કરી કરવા આવ્યા હતા. વિસ્તારમાં ગાયની તસ્કરી કરવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ગૌ વંશની તસ્કરીના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા આ તસ્કરી રોકવા માટે પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. બનાવની વિગતો એવી છેકે, રાત્રે ૫થી ૬ ઇસમો ઉમરગામના જીઆઈડીસી વિસ્તારમાં સ્કોર્પિયો કાર લઇને આવ્યા હતા. જ્યાં ગૌ વંશનું ઝૂંડ હતું ત્યાં જઇને ગૌ વંશની આસપાસ ફરી રહ્યાં હતા અને ગૌ વંશની તસ્કરી કરવા પ્રયત્નો કરતા હતા.

બાદમાં એક ગાય તેમના સિકંજામાં આવી ગઇ હતી અને આ ઇસમો એ ગાયને સ્કોર્પિયો કારમાં ઉઠાવીને જતા રહ્યાં હતા. ૧ ફેબ્રુઆરીની રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે ગૌ વંશની તસ્કરી કરનારા ઇસમોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. પારનેરા ગામે ૨૭ ફેબ્રુઆરીએ મોડી રાત્રે એક સફેદ કલરનો પીકઅપ વાહન પશુ ભરીને પસાર થઇ રહ્યો હતો. રૂરલ પોલીસ ગામમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પીક અપ વાહનના ચાલકે પૂર ઝડપે બેફામ ગતિએ પીકઅપ હંકારી ભાગવા જતાં પોલીસ ટીમના એક હોમગાર્ડ જવાને તેને રોકવાની કોશિશ કરી હતી,પરંતું પીકઅપ ચાલકે તેના પર ગાડી મારી કચડવાનો પ્રયાસ કરતાં જવાન તાત્કાલિક સામેથી હટી જતાં માંડ બચી જવા પામ્યો હતો.

જેના સીસીટીવી ફુટેજનો વિડીયો વાયરલ થતાં ગામમાં ચકચાર મચી હતી.બેફામ બનેલા ગૌ તસ્કરોએ વલસાડના અબ્રામામાં પણ પોલીસથી બચવા ભાગવાના કિસ્સા બન્યા હોય પારનેરામાં પણ આ પ્રકારનો બનાવ બનતા ગૌ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોમાં ચર્ચા ચાલી હતી.જાે પોલીસ સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ પીકઅપમાં પશુ નહિ પણ અન્ય સામાન ભરેલો હોવાનું જણાતાં આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે. જાેકે પોલીસ સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ પીકઅપમાં પશુ નહીં પણ અન્ય સામાન ભરેલો હોવાનું જણાતાં આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.