અમદાવાદ, સર્વત્ર કોરોના કહેર ફેલાયો છે ત્યારે અમદાવાદ અને સુરતની પરિસ્થતી બદ થી બદતર થઈ રહી છે. લોકોના મૃતદેહો સ્મશાન ગૃહોમાં પડયા છે. નંબર નથી આવતો એવી પરિસ્થતી આજે અમદાવાદની છે. એક પુત્ર પોતાની પાસે પૈસા હોવા છતાં માતાને ન બચાવી શક્યો એ વાતનું એને ઘણું દુઃખ લાગ્યું છે.વાત છે નિકોલમાં રહેતા ૬૪ વર્ષીય નયનાબેનને કોરોના થતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ કહ્યું કે ટોસિલિઝુમેબ ઇજેક્શનની જરૂર પડશે.  જાે ઇંજેક્શન મળશે તો એમનો જીવ બચી જશે.બુધવારના રોજ સાંજે ડોકટરોએ જણાવ્યું હતું કે નયના બેન ને ઇન્જેક્શની જરૂર પડશે તાત્કાલિક નયના બેનના પુત્ર અને તેમના સગા ખિસ્સામાં પૈસા લઇન ૧૦ જેટલી હોસ્પિટલ ફર્યા ૫ કલાક જેટલી રઝળપાટ કરી પરંતુ ક્યાંય ઇંજેક્શન મળ્યું નહીં. જાેકે આ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કિંમત ૪૦ હજાર છે પણ દર્દીઓના સગા તમેના ડબલ કિંમત આપવા માટે પણ તૈયાર હતા. છતાં તમેને આ ઇંજેક્શન મળ્યું નહીં. અને નયનાબેન નું મૃત્યુ થયું. પરિવારોજનો કહી રહયા છે કે એક ઇંજેક્શન માટે થઈ ને વડીલનું મૃત્યુ થયું છે. 

જાેકે આજ રીતે અનેક દર્દીઓની સારવાર માટે અત્યારે એમના સગા કલાકો લાઈન મા ઉભા રહયા છે. રેડમેસીવીર ઇંજેક્શન માટે મોટી.મોટી લાઈનો હોસ્પિટલો ની બહાર જાેવા મળી રહી છે. લોકો અમદાવાદ અને અમદબાદ બહારથી પણ ઇંજેક્શન લેવા માટે આવી રહયા છે. આજે કોર્પોરેશન ઘ્વારા આ રેડમેસીવીર ઇંજેક્શન માટે વ્યસ્થા કરવા સૂચના આપી દેવમાં આવી છે આ ઇંજેક્શન  હોસ્પિટલમાં ઉપરાંત સિવિલ હોસ્પિટલ અને સોલાસિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહે તેવી વ્યવસ્થા કોર્પોરેશન ઘ્વારા કરવામા આવી છે.