સુરત-

હાલમાં જ કડોદરા GIDC પોલીસ મથકના PI વળવીને હરીપુરાથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડેલા વિદેશી દારૂના પ્રકરણમાં રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી જિલ્લામાં અન્ય પોલીસ મથકના થાણા અમલદારો પણ હરકતમાં આવી ગયા છે. બારડોલી પોલીસ દ્વારા પણ બારડોલીના લિસ્ટેડ બુટલેગરને પકડી તેની પાસેથી લાખો રૂપિયાનો દારૂ કબ્જે લેવાયો છે. બારડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી બાતમી મળી હતી.પોલીસે બાતમીના આધારે રેડ કરતા ત્યાં બે શખ્સો મુકેશ નટવર ઉર્ફે ભુરિયા અને પિન્ટુ ઉર્ફે લાલુ ગોપાલ મળી આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી 912 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 1 લાખ 22 હજાર 400, બે કાર કિંમત રૂ. 1.40, બે મોબાઈલ ફોન કિંમત રૂ. 3500, રોકડા રૂ. 10 હજાર મળી કુલ રૂ. 2 લાખ 75 હજાર 900નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.પોલીસે બંનેની ધરપકડ કરી મુદ્દામાલ પૂરો પાડનાર વલસાડના પારડી તાલુકાના કલસર ગામના જીગ્નેશ ઉર્ફે જીગો રતિલાલ કોળી પટેલ, મુદ્દામાલ મંગાવનાર બારડોલીના સુરતી ઝાંપા વિસ્તારમાં રહેતી મીના રાજુ રાઠોડ, કોળીવાડ ખાતે રહેતી રમીલા ચંપક પટેલ અને ભાનું ચીમન પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા. દારૂ સાથે પકડાયેલ લિસ્ટેડ બુટલેગર બારડોલી નગરપાલિકાના ભાજપમાંથી કોર્પોરેટર નટવરભાઈ રાઠોડના પુત્ર છે.