મુંબઇ-

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા સરકાર એક બાદ એક અનેક મહત્વના પગલા ભરી રહ્યાં છે. આ વચ્ચે રાજ્ય સરકાર તરફથી ધોરણ ૧થી ૮ સુધીની પરીક્ષાઓ રદ્દ કરવાનો ર્નિણય લીધો છે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે રાજ્યમાં ધોરણ ૧થી ૮ સુધીની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી છે. એક રેકોર્ડેડ સંદેશમાં ગાયકવારે જાહેરાત કરી કે ધોરણ ૧થી ૮ સુધીના મહારાષ્ટ્ર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર આગળના વર્ગમાં પ્રમોશન આપવામાં આવશે.

રાજ્યમાં દરરોજ ૪૦ હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિને જાેતા તેમણે કહ્યું કે, રાજ્યમાં વર્તમાન કોવિડ-૧૯ સ્થિતિને જાેતા ર્નિણય લેવામાં આવ્યો છે. સાથે તેમનું કહેવું છે કે ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને લઈને પણ જલદી ર્નિણય લેવામાં આવશે.