તહેવારોને ધ્યનમાં રાખી પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લુ
11, ઓગ્સ્ટ 2021

નર્મદા-

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પતેતી અને જન્માષ્ટમી પર્વે સોમવારે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ સોમવારે SOU ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના બદલે મંગળવારે તમામ સ્થળો બંધ રહેશે. SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો એ 16 ઓગસ્ટ સોમવાર પતેતી પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જ્યારે 17 ઓગસ્ટ મંગળવારનાં રોજ તમામ સ્થળોએ રજા રહેશે. એવી જ રીતે આગામી 30 ઓગસ્ટ સોમવારનાં રોજ જન્માષ્ટમી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. SOU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.પતેતી અને જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે છે. તેનાં બદલે 17 અને 31 ઓગસ્ટ મંગળવાર નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય સ્થળોએ જાહેર રજા રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution