ગાંધીનગર, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ની સ્થિતિના કારણે અભ્યાસ અર્થે ગયેલા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ચિંતાનો માહોલ જાેવા મળતો હતો. યુક્રેનથી ગઈકાલે મુંબઈ અને દિલ્લી આવેલા ૪૪ વિદ્યાર્થીઓને ગુજરાતમાં પોતાના વતન લવાયા હતા. ત્યારે મિશન ગંગા અંતર્ગત આવેલી પહેલી ફલાઈટમાં ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાથીઓ મુંબઈ અને દિલ્હી પહોંચ્યા હતાં. જેમાં દિલ્હીથી વોલ્વો બસ મારફતે આજે વહેલી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ યુવાઓ સાથે સંવાદ કર્યો હતો. આજે સવારે કુલ ૨૭ વિદ્યાર્થીઓ દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા હતાં. મિશન ગંગા અંતર્ગત યૂક્રેનથી દિલ્હી પહોંચેલા ગુજરાતના ૨૭ વિદ્યાર્થીઓ આજે બસ મારફત ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ગુજરાત પહોંચેલા આ વિદ્યાર્થીઓમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, વલસાડ, સુરત, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં, આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાતચીત કરીને તેમને સાત્વનાઓ પાઠવી હતી.

ફસાયેલા વિદ્યાર્થીઓની પુછપરછ માટે ૫૫ કોલ  કલેક્ટર

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ માં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે કેટલાક વિદ્યાર્થીઓ પરત ફર્યા છે પરંતુ મોટાભાગેના વિદ્યાર્થીઓ હજી પણ ત્યાં છે જેને લઈને તેમના વાલીઓ ચિંતિત છે.. અમદાવાદ કલેકટરે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે ગણતરીના દિવસોમાં જ ૫૫ જેટલા કોલ મળ્યા છે.

પરત ફરેલા વિદ્યાર્થીઓને કોંગ્રેસે આવકારી શુભેચ્છાઓ પાઠવી

યૂક્રેનથી પરત હેમખેમ આવેલા વિદ્યાથીઓને આવકારીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ દરેક વિદ્યાર્થીઓ સુરક્ષિત આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દરેક દેશની ફરજ છે કે, પોતાના નાગરિકોને પાછા લાવે. કોંગ્રેસની સરકારમાં એક બે વખત નહિ પણ ત્રણ ત્રણ વખત ઓપરેશન સેફ હોમ કમિંગ પાર પાડવામાં આવ્યા હતા. છતાં વર્તમાન સરકારની જેમ કોઈ માર્કેટિંગ કરવામાં આવ્યું ન હતું,