ન્યુ દિલ્હી,તા.૧૮

કેન્દ્ર સરકારે અનલોક-૨માં રાજ્યોને વધુ છૂટછાટો આપવા સુચવ્યું છે ત્યારે અનલોક-૧માં કોરોનાના કેસો ઓછા થવાને બદલે વધી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, આજે ગુરૂવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન એટલે કે બુધવારે એક દિવસમાં સૌથી વધારે ૧૩ હજાર ૧૦૭ નવા દર્દી સામે આવ્યા અને ૩૪૧ લોકોના મોત થયા હતા. દેશમાં મૃત્યુઆંક ૧૨ હજાર ૨૬૩એ પહોંચ્યો હતો, જેમાં મહારાષ્ટમાં સૌથી વધારે ૫૬૫૧ લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૩ લાખ ૬૭ હજાર ૭૦૫ થઈ ગઈ છે.

દિલ્હીમાં રેકોર્ડ ૨૪૧૪ અને ઉત્તરપ્રદેશમાં ૫૮૩ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો ૫૦ હજારને પાર થઈ ગયો હતો. જે મહારાષ્ટ પછી બીજુ સૌથી સંક્રમિત રાજ્ય છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૩ લાખ ૬૭ હજાર ૭૦૫ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧.૬૨ લાખ ટેસ્ટ કરાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી ૬૨ લાખ ૪૯ હજાર ૬૬૮ સેમ્પલની તપાસ કરાઈ છે.

મહારાષ્ટમાં છેલ્લા ૨૪ કલાકમાં પોલીસના ત્રણ કર્મચારીઓએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યા છે, જ્યારે ૨૮ જવાન પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધી મહારાષ્ટ પોલીસના કર્મચારીઓ સાથે જાડાયેલા કુલ ૩,૬૮૯ કેસ સામે આવી ચુક્્યા છે. જેમાં ૧૦૩૩ એકટીવ કેસ છે અને ૨,૬૧૧ સાજા થઈ ગયા છે. અત્યાર સુધી ૪૫ લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશમાં બુધવારે કોરોનાના ૫૮૩ દર્દી વધ્યા હતા અને ૩૦ લોકોના મોત થયા હતા. લખનઉમાં ૭૪, ગૌતમબુદ્ધનગરમાં ૫૪, મેરઠમાં ૪૪ પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧૫ હજાર ૧૮૧ થઈ ગઈ છે. જેમાંથી ૫૪૭૭ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી અત્યાર સુધી ૪૬૫ લોકોના મોત થયા છે. રિકવરી રેટ ૬૧% સુધી પહોંચી ગયો છે.

બિહારમાં બુધવારે ૧૩૦ નવા સંક્રમિત મળ્યા હતા જા કે એક પણ મોત નથી થયું. આ સાથે જ દર્દીઓની સંખ્યા ૬૯૪૦ થઈ ગઈ હતી, જેમાંથી ૨૧૨૫ એÂક્ટવ કેસ છે. સાથે જ અત્યાર સુધી ૩૯ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી એક લાખ ૨૭ હજાર ૮૬ સેમ્પલની તપાસ થઈ છે.

દરમ્યાનમાં એક અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય તપાસ એજન્સીમાં ચાર મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવી છે. આ સાથે જ અત્યાર સુધી એજન્સીમાં ૮ લોકો સંક્રમિત થયા છે. આ પહેલા બુધવારે સાંજે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે મંગળવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ આદમી પાર્ટી-આપના ધારાસભ્ય આતિશી પણ કોરોના સંક્રમિત મળી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઇત્નડ્ઢ નેતા રઘુવંશ પ્રસાદ સિંહ પણ કોરોનાના સંકજામાં આવી ગયા છે. સાથે જ કેન્દ્રના આદેશ પર દિલ્હીમાં કોરોનાની તપાસ ફી હવે ૨૪૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં બુધવારે કોરોનાના ૩૨૬ નવા કેસ બહાર આવ્યા અને પાંચ લોકોના મોત થયા હતા. જયપુરમાં ૬૦, ધૌલપુરમાં ૫૫ અને જાધપુરમાં ૩૫ કેસ વધ્યા હતા. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૩,૫૪૨એ પહોંચી ગયો છે. જેમાંથી ૨૭૬૨ એકટીવ કેસ છે. મૃત્યુઆંક ૩૧૩ થઈ ગયો છે.

જ્યાં સૌથી વધુ કેસ છે તે મહારાષ્ટમાં બુધવારે ૩૩૦૭ દર્દી વધ્યા અને ૧૧૪એ જીવ ગુમાવ્યા હતા. મુંબઈમાં ૧૩૬૫, થાણેમાં ૮૩૯ અને પૂણેમાં ૩૬૨ કેસ વધ્યા હતા. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧ લાખ ૧૬ હજાર ૭૫૨એ પહોંચી ગયો હતો. જેમાંથી ૫૧,૯૨૨ એકટીવ દર્દી છે. કોરોનાથી અત્યાર સુધી ૫૬૫૧ લોકોના મોત થયા છે. મહારાષ્ટમાં મૃત્યુદર વધીને ૩.૩૫% થઈ ગયો છે.