વોશિંગ્ટન-

લદાખ સરહદ પર ચીનની આર્મીના આક્રમક વલણને જાેતાં અમેરિકા ભારતની મદદ માટે પોતાના સૌથી એડવાન્સ્ડ અને ઘાતક પરમાણુ બોમ્બર બી-૨ સ્પ્રિટને તૈનાત કરી શકે છે. અમેરિકાના આ પ્લેન એક સાથે ૧૬ પરમાણુ બોમ્બ લઈને ઉડાન ભરવામાં સક્ષમ છે. આ પ્લેન ટૂંક સમયમાં ભારતીય વાયુસેનાની સાથે ફ્લાઇ ઓવર મિશન, યુદ્ધની તૈયારીઓ અને સંયુક્ત યુદ્ધ રણનીતિ બનાવવાના અભિયાનમાં સામેલ થઈ શકે છે.

અમેરિકન પત્રિકા ધ નેશનલ ઇન્ટરેસ્ટ મુજબ, ભારત-અમેરિકાના આ સંયુક્ત સૈન્ય અભ્યાસને ભારત-ચીન સરહદ પર જ અંજામ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારત પ્રત્યે દોસ્તી વ્યક્ત કરવાની સાથોસાથ અમેરિકા ચીનના એર ડિફેન્સ સિસ્ટમને પણ નજીકથી પરખવા માંગે છે અને ભારતીય સરહદ પર તેને તેની પૂરી તક મળશે. હાલ ત્રણ બી-૨ પ્લેન અમેરિકન નેવલ બેઝ ડિયાગો ગાર્સિયામાં તૈનાત છે જે ભારતથી માત્ર ૧૦૦૦ માઇલના અંતરે તૈનાત છે. અમેરિકા અહીંથી આ પ્લેનોને અફઘાનિસ્તાન અને ઇરાકમાં હુમલા માટે મોકલી રહ્ય્šં છે. અમેરિકન એરફોર્સના કમાન્ડર કર્નલ ક્રિસ્ટોફર કોનંત મુજબ, તેમાં લગભગ ૨૯ કલાકની યાત્રા કરીને ડીયાગો ગાર્સિયા લાવવામાં આવ્યા છે.

કર્નલ ક્રિસ્ટોફરે ભારતનું નામ લીધા વગર કહ્ય્šં કે આ પ્લેનોને અહીં તૈનાત કરવું એ જણાવે છે કે અમેરિકા પોતાના દોસ્તોની સુરક્ષાને લઈ કેટલું ચિંતિત છે. તેઓએ કહ્ય્šં કે, આ બોમ્બર ટાસ્કફોર્સ અમારી નેશનલ ડિફેન્સ સ્ટ્રેટજીનો અગત્યનો હિસ્સો છે. અમેરિકાના સ્ટ્રેટજિક કમાન બી-૨ સ્પ્રિટ સ્ટીલ્થ બોમ્બરને ખતરા અને જરૂરિયાત મુજબથી દુનિયાના અલગ-અલગ હિસ્સામાં તૈનાત કરી રહ્ય્šં છે.