23 જાન્યુઆરીનાં રોજ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાશે ઉત્તરાર્ધ મહોત્સવ
09, જાન્યુઆરી 2021

મહેસાણા-

દર વર્ષે જાન્યુઆરી માસમાં યોજાનાર ઉત્તરાર્ધ મહોત્સવ આ વખતે ૨૩ જાન્યુઆરીનાં રોજ એક દિવસ માટે મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાવામાં આવશે. કોરોના વાયરસનાં સંક્રમણ વચ્ચે કોવિડ ગાઈડલાઈનનાં ચુસ્ત પાલન સાથે આ મહોત્સવનું આયોજન કરાયું છે. ઉત્તરાર્ધ મહોત્સવની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. પ્રવર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવ 23 જાન્યુઆરીનાં રોજ માત્ર એક દિવસ માટે યોજવાનું આયોજન કરાયું છે. આ મહોત્સવનું રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી સાંજે ૦૬-૩૦ કલાકે ઇ-શુભારંભ કરાશે. કોરોના વાયરસની મહામારીને પગલે ઉત્તરાર્ધ મહોત્સવની પરંપરાને જાળવી રાખવાના હેતુસર આ વર્ષે મહોત્સવને સાદગીપૂર્ણ યોજવાનું આયોજન કરાયું છે. તેમજ સમગ્ર કાર્યક્રમ લોકો ઘેરબેઠા પણ નિહાળી શકે તે માટે જીંવત પ્રસારણનું આયોજન કરાયું છે. ઉત્તરાર્ધ મહોત્સવની તૈયારીઓનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના અધિકારીઓ સહિત સંલ્ગન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution