વડગામ : પાલનપુર થી વાયા વડગામ થઇને હિમંતનગર જતાં નેશનલ હાઇ-વે ૫૮ ઉપર આવેલા વડગામ તાલુકાના પિલુચા નજીક રોડ વચ્ચે જ મોટી માત્રામાં પાણી ભરાઈ રહેતા આ રોડ ઉપરથી પસાર થતાં અનેક વાહનચાલકો તથા લોકો તોબા પોકારી ઉઠી છે. આ બાબતે તાલુકા ના જાગૃત મિડીયા કર્મીઓ દ્વારા સમાચારો પ્રસિદ્ધ કરાતાં જિલ્લા પંચાયત ના જાગૃત સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા તાત્કાલિક હાઇ-વે ઓથોરીટીને પાણીનો નિકાલ કરવા રજૂઆત કરાતાં હાઇ-વે ઓથોરીટીનો વહીવટી સ્ટાફ હરકતમાં આવી જઇને જેસીબી મશીન લાવીને રોડની સાઈડમાં ખાડો ખોદીને પાણીનો નિકાલ કરવા નું નાટક ભજવ્યું હતું.પરંતુ વરસાદ પડતાં જ રોડ વચ્ચે પાણી ભરાઈ રહેતા લોકો અને વાહન ચાલકોની પરેશાની યથાવત રહેવા પામી છે.આ રોડ પરથી પસાર થતા રીક્ષા,બાઇક,સ્કુટર,કાર જેવા નાના વાહનો ના ચાલકો પાણીના ભરાવાથી રોડ ઉપર ચાલવું મુશ્કેલ બની રહે છે.