વિજાપુર-

કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફિર ને હિમાલય પણ નથી નડતો પંક્તિ સાર્થક કરતો હોય તેમ વિજાપુર ના ધનપુરા ગામના તેમજ હાલ માં આર વી બેંગ્લોજ માં રહેતા અંકિતા કેબલ વાળા વિક્રમ ભાઈ પટેલ ના પુત્ર તીર્થ વિક્રમભાઈ પટેલે કાશ્મીર માં લદાખ લેહ ખાતે આવેલા પર્વત ની ૬૦૭૦ મીટર ની ઊંચાઈ એ પોહચી પ્રથમ પર્વતારોહક બનવા ની સિધ્ધિ મેળવી ને પોતાના પરિવાર તેમજ સમાજ નુ નામ રોશન કર્યું હતું જોકે તીર્થ વિક્રમ ભાઈ પટેલ ને જુદીજુદી રમતો તેમજ દોડ જેવી રમતો નો નાનપણ થી શોખ હોવાથી તેમજ પર્વતો ઉપર ચડવું વગેરે માટે ઘણી મહેનત કરતો હોવાથી તેના માતા તેમજ પિતા વિક્રમ ભાઈએ પણ સહકાર આપતા તીર્થ પટેલે તાજેતર માં જમ્મુ કાશ્મીરમાં આવેલ લેહ લદાખ ના વિસ્તારમાં યુટી કાંગરી પર્વત ની ૬૦૭૦ મીટર ની ઊંચાઈ એ દશ કલાક માં પોહચી ને અગાઉ ના પર્વતા રોહક નો ૧૮ કલાક નો રેકોર્ડ તોડીને ગુજરાત નો પ્રથમ પર્વતા રોહક તરીકે ની સિધ્ધિ મેળવી છે આ અંગે તેના પિતા વિક્રમ ભાઈ પટેલ ધનપુરા વાળા એ જણાવ્યું હતુંકે તીર્થ પટેલ ને પર્વત ઉપર ચડવા ના અનેક રેકોર્ડ બનાવવા ની ઈચ્છા છે શિયાળા ની ઋતુમાં એક મહિના માં ૧૫થી વધુ પર્વતો ઉપર ચડવા માટે નો રેકોર્ડ બનાવવા ની ખેવના ધરાવે છે હાલ માં પણ હજુ પણ તે લદાખ માં છે ખાવાની સામગ્રી કે જેનો વજન ૧૨ કીલો જેટલું છે તે ઊંચકી ને ૬૦૭૦ મીટરની ઊંચાઈ એ પોહચી સિધ્ધિ પ્રાપ્ત કરી છે જેનો સમાજ ના અને પરિવાર જનો એ ગૌરવ અનુભવ્યો છે સિધ્ધિ તેને જઈ વરે છે તે પરસેવે ન્હાય તે પંક્તિ સાર્થક કરી બતાવી છે