અત્યારે બે બાળકોની નીતિ લાવવાની કોઇ યોજના નથીઃ સરકાર
23, જુલાઈ 2021

દિલ્હી-

ઉત્તર પ્રદેશમાં બે બાળકોની નીતિ લાગું થયા પછી આખા દેશમાં આ નીતિ લાવવાની વાતો ચાલી રહી હતી. ત્યારે હવે દેશની મોદી સરકારે બે બાળકોની નીતિને લઈને લોકસભામાં મોટું નિવેદન આપ્યું છે. સરકારે ફરી એકવાર કહ્યું છે કે, અત્યારે બે બાળોકની નીતિ લાવવાની કોઈ યોજના નથી. સાંસદ ઉદય પ્રકાશસિંહ દ્વારા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ભારતી પવારે જણાવ્યું કે, અત્યારે બે બાળકોની નીતિ લાવવાની કોઈ યોજનાન નથી.

સંસદના ચોમાસુ સત્રમાં આજે ભાજપના ત્રણ અને જનતાદળ(યુ)ના એક સાંસદ લોકસભામાં જનસંખ્યા નિયંત્રણ કાયદોની માંગને લઈને પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરવાના હતા. જાેકે, આ બિલ કરી શકાયા નથી. ભાજપ તરફથી ગોરખપુરના સાંસદ રવિ કિશનનું નામ પણ આમા સામેલ હતું.નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની સરકાર પણ પોતાના રાજ્યમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાનો ડ્રાફ્ટ કરવાની તૈયારીમાં છે. લોકસભાના સાંસદોના ડેટા પ્રમાણે, કુલ ૫૪૦માંથી ૧૬૮ સાંસદોને બેથી વધુ બાળકો છે. જેમાંથી ૧૦૫ સાંસદો ભાજપના છે. ભાજપના આ ૧૦૫ સાંસદોમાંથી ૬૬ ત્રણ સંતાનો છે. જ્યારે ૨૬ સાંસદોને ૪ અને ૧૩ સાંસદોને ૫ સંતાનો છે. જ્યારે ત્રણ સાંસદ છૈં. મૌલાના બદરૂદ્દીન અજમલ, જદ(યૂ)ના દિલેશ્વર કમૈત અને અપના દળના પકૌડી લાલને ૭-૭ સંતાનો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution