વોશિંગ્ટન-

અમેરીકામાં હિંસા ભડકાવવાના આરોપમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હવે મહાભિયોગ પ્રસ્તાવમાંથી મુક્તિ તો મળી ગઈ છે. તેમની સામે કામ ચલાવવા માટે આ પ્રસ્તાવ દરમિયાન જરૂરી 67 મતોની જરૂર હતી પરંતુ માત્ર 57 સેનેટરોએ જ તૈયારી બતાવતા આ પ્રસ્તાવ મંજૂર નહોતો કરાયો. 

અમેરીકામાં જો રાષ્ટ્રપતિ દ્વારા કેટલીક મર્યાદાઓ ઓળંગાય તો તેમની સામે કામ ચલાવવા માટે ખાસ બંધારણીય જોગવાઈ છે, જેના અંતર્ગત રાષ્ટ્રપતિની સામે પણ કામ ચલાવી શકાય છે. આવા જ કેટલાક રસપ્રદ કિસ્સાઓની વાત અહીં કરીએઃ

ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓ અંગેના આરોપો લાગે ત્યાર પછી પણ ભારતીય નેતાઓ ચૂંટણીઓ લડે છે કે જીતે પણ છે અને ત્યારબાદ કોર્ટમાં તેમના વિરૂદ્ધ કે તેમની તરફેણમાં ચૂકાદો આવે છે. જ્યારે અમેરીકામાં આ બાબતે મોડું કરાતું નથી. આમ, સમયસર ન્યાય ન મળે તો તેને અન્યાય કહેવાય તે સત્યને અમેરીકામાં આ રીતે જળવાય છે. 1968માં અમેરીકી રાષ્ટ્રપતિ એન્ડ્રયુ જોન્સનની સામે કાર્યવાહી કરાઈ હતી. તેમની સામે બંધારણની 11 જેટલી કલમો રજૂ કરવામાં આવી હતી. જો કે, સેનેટમાં મતદાન દરમિયાન તેમના તરફે મતદાન થયું હતું અને તેમને રાષ્ટ્રપતિપદેથી હટાવી નહોતા શકાયા.

1998માં બિલ ક્લિંટન સામે પણ મહાભિયોગ પ્રસ્તાવ ચલાવવામાં આવ્યો હતો. વ્હાઈટહાઉસમાં કામ કરતી મહિલા મોનિકા લેવિન્સ્કી દ્વારા તેમની સામે જાતિય શોષણના આરોપો મૂકવામાં આવ્યા હતા. પ્રતિનિધિગૃહ દ્વારા તેમને પદેથી હટાવવા માટે મંજૂરી મળી ગઈ હતી પણ સેનેટમાં એ માટે બહુમતિ નહોતી મળી. 

અમેરીકાના ભારે વિવાદીત વોટરગેટ કૌભાંડ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રીચાર્ડ નિક્સન (1969-74) સામે મહાભિયોગની કાર્યવાહી થવાની હતી પરંતુ તેમણે એ પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તેમના પર એક વિરોધીની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો હતો.