મોબાઇલ યૂઝર્સ માટે 1 સપ્ટેમ્બરથી બદલાઇ જશે આ નિયમો, જાણો શું છે નવા નિયમો
27, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

ગુગલ ડ્રાઇવ યૂઝર્સને 13 સપ્ટેમ્બરથી નવા સિક્યોરિટી અપડેટ મળશે જે ગુગલ ડ્રાઇવના ઉપયોગને વધુ સુરક્ષિત બનાવશે. આ અપડેટ ગુગલ તેના યૂઝર્સની સેફટીને ધ્યાનમાં લઇને લોન્ચ કરશે. ગુગલના નવા નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ પડશે. જેના અંતર્ગત 1 સપ્ટેમ્બરથી ખોટુ અને નકલી કોન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ગુગલે પોતાની બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ છે કે, લાંબા સમયથી નહી ચાલતી હોય તેવી એપ્સને તેના ડેવલપર્સ દ્વારા બ્લોક કરી દેવામાં આવશે. જણાવી દઇએ કે ગુગલ પ્લે સ્ટોરના નિયમોને પહેલા કરતા વધુ સ્ટ્રીક્ટ કરી દેવામાં આવશે.

15 સપ્ટેમ્બર 2021 થી ગુગલ પ્લે સ્ટોર માટે નવા નિયમો લાગુ પડવા જઇ રહ્યા છે. જેના અંતર્ગત શોર્ટ પર્સનલ લોન એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આવી એપ્સ લોનના નામે ઠગાઇ કરીને દેવુ લેનાર લોકોને હેરાન કરે છે. મળતી માહિતી અનુસાર, 100 કરતા વધુ શોર્ટ લોન એપ્સ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી જેના બાદથી જ ગુગલની તરફથી આવી એપ્સ માટે નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે ડેવલપર્સે શોર્ટ લોન એપના સંબંધમાં વધુ દસ્તાવેજ જમા કરાવવા પડશે. 1 સપ્ટેમ્બરથી એમેઝોન પરથી સામાન ઓર્ડર કરવુ મોંઘુ પડશે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાથી કંપની લૉજિસ્ટિક કોસ્ટને વધારી શકે છે તેવામાં 500 ગ્રામના પેકેટ માટે 58 રૂપિયા ચૂકવવા પડી શકે છે. 1 સપ્ટેમ્બરથી ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન મોંઘુ થઇ જશે. યૂઝર્સને બેઝિક પ્લાન માટે 399 રૂપિયાની જગ્યાએ 499 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે યૂઝર્સે 100 રૂપિયા વધુ ચુકવવા પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution