લોકસત્તા ડેસ્ક

ઉનાળા દરમિયાન કાળઝાળ ગરમીના કારણે પરસેવાની સમસ્યાથી ખૂબ વધી જાય છે. સાથે સાથે શરીરમાંથી દુર્ગંધ આવવાની સમસ્યા પણ ઊભી થતી હોય છે. કેટલાક લોકો આ પરસેવાથી અને દૂર્ગંધથી બચવા માટે પર્ફ્યુમનો ઉપયોગ કરતા હોય છે. બજારમાં મળતા પરફ્યુમની સુગંધ વિવિધ હોય છે સાથે તેની અસર પણ જુદી જુદી હોય છે. જોકે આ પર્ફ્યુમમાં રહેલા કેમિકલ્સ તમારી ત્વચાને નુકસાન કરી શકે છે.

ઘણા લોકોને ખૂબ વધારે પર્ફ્યુમ લગાવવાની ટેવ થાય છે. જેથી કરીને પરફ્યુમ લોંગ લાસ્ટિંગ રહે. પરંતુ તે શરીર માટે ખૂબ નુકસાનકારક છે. પરફ્યુમમાં સિન્થેટિકનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્કિનને નુકસાન પહોંચાડે છે. વધુ પડતું પર્ફ્યુમનો ઉપયોગ હોર્મોન્સનું સંમતુલન બગાડી શકે છે. આથી મહિલાઓએ હંમેશા સાચવીને પર્ફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા પ્રાઈવેટ પાર્ટસની બદલે કપડામાં પફર્યુમ છાંટવું જોઇએ. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓને પર્ફ્યુમ અને અત્તરથી દૂર જ રહેવું જોઈએ.

વધુ પડતું પરફ્યુમના ઉપયોગથી ઉનાળાના વિશેષ રીતે ગરમી દરમ્યાન પરફયુમ છાંટીને તડકામાં જવાથી સિવાએટ પાઈકીલોડર્મા નામની સ્કિનની સમસ્યા થઈ શકે છે. આથે ઉનાળામાં વધુ પરફ્યુમનો ઉપયોગ ટાળવો જોઇએ અને નેચરલ ફ્રેગરન્સનો ઉપયોગ વધારવો જોઇએ.