અમદાવાદ,

આ વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ આવતીકાલે રવિવાર, ૫ જુલાઈએ થવાનું છે. એક મહિનાની અંદર આ ત્રીજું ગ્રહણ છે. આ ગ્રહણ વાસ્તવિક ચંદ્રગ્રહણ નહીં પણ છાયા ચંદ્રગ્રહણ હશે. ધાર્મિક રીતે ચંદ્રગ્રહણનું ખુબ મહત્વ છે જો કે આ છાયા ગ્રહણ હોવાથી તેને પાળવાનુ રહેશે નહી. આ છાયા ચંદ્રગ્રહણ સવારે ૮.૩૭ વાગ્યે શ થશે જે ૧૧:૨૨ વાગ્યે સમાપ્ત થશે.

આ ચંદ્રગ્રહણ અમેરિકા, દક્ષિણપશ્ચિમ યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ગ્રહણ દરમિયાન કયાંકથી ચદ્રં કપાયેલો દેખાવાના બદલે, તે તેના સંપૂર્ણ કદમાં જોવા મળશે. ગ્રહણ કાળ દરમિયાન ચદ્રં ધન રાશિમાં રહેશે.

કાલે થનાર આ ગ્રહણ છાયા ચંદ્રગ્રહણ હશે. શાક્રોમાં છાયા ગ્રહણને ગ્રહણ માનવામાં આવતું નથી. તો આ દિવસે કોઈ પણ કામ કરવા પર કોઈ પ્રતિબધં રહેશે નહીં. જો કે, યોતિષીઓ ખૂબ કાળજી રાખવાની સલાહ આપે છે. શુકલ પક્ષની પૂર્ણિમા, ધનરાશિમાં પૂર્વાષાઢા નક્ષત્ર દરમિયાન આ ગ્રહણ થશે. ખાસ વાત એ છે કે આ દિવસે ગુ પૂર્ણિમા પણ છે. આ છાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.

ચદ્રં ગ્રહણ એક ખગોળકીય ઘટના છે. તે ત્યારે થાય છે યારે સૂર્ય, પૃથ્વી અને ચદ્રં એક જ સીધી લાઈનમાં આવી જાય. પરંતુ આ વખતે ચદ્રં ગ્રહણ ઉપછાયા ગ્રહણ છે. ઉપછાયા ગ્રહણ એટલે કે ચદ્રં ગ્રહણમાં સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક સીધી લાઈનમાં નથી હોતા. પરંતુ એ રીતે હોય છે જેથી પૃથ્વીનો પડછાયો ચદ્રં પર પડે છે. તેથી તેને ઉપછાયા ગ્રહણ કહેવાય છે. આ જ વર્ષે એક મહિના પહેલા ૫ જૂને પણ ઉપછાયા ગ્રહણ લાગ્યું હતું.

યોતિષ શાક્રો અનુસાર છાયા ચંદ્રગ્રહણને ગ્રહણ તરીકે સ્વીકાર કરવામાં આવતું નથી. તેથી, બાકીના ગ્રહણની જેમ, આ છાયા ચંદ્રગ્રહણમાં કોઈ સુતક અવધિ લાગશે નહી. સુતક ન લાગતા મંદિરોના દરવાજા બધં રહેશે નહીં અને પૂજા-પ્રાર્થના પ્રતિબંધિત રહેશે નહીં. તેથી આ દિવસે તમે સામાન્ય દિવસની જેમ જ પૂજા પાઠ કરી શકો છો