રાજકોટ-

ડેલ્ટા વેરીએન્ટ અંગે ડો.ક્યાડાનાં જણાવ્યા મુજબ, કોરોના વેક્સિન ડેલ્ટા વેરીએન્ટ ઉપર પણ અસરકારક છે. વેક્સિન લેનારને તેની અસર પ્રમાણમાં ઘણી ઓછી થવી નિશ્ચિત છે. માટે હજુ વધુમાં વધુ લોકોએ વેક્સિન લેવા માટે આગળ આવવું જરૂરી છે. જાેકે, કેટલાક વેક્સિન નહીં લેનાર લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ સારી હોય તો તેને પણ ડેલ્ટા વેરીએન્ટની અસર નહિવત થવાની સંભાવના પણ નકારી શકાય નહીં. અત્યાર સુધીમાં કેટલી ઓટોપ્સી થઇ તે અંગે ડો.હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૨૫ જેટલી ઓટોપ્સી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૩૩ ઓટોપ્સી રાજકોટમાં થઈ છે.

આ ઓટોપ્સીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ૩૨થી ૯૫ વર્ષના કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં કોરોના થયા બાદ લોહીના ગઠ્ઠા જામવા લાગે છે. તેમજ લિવર પર પણ અસર થાય છે. હાલ આ રિસર્ચ પેપર અમેરિકા અને બ્રિટન મોકલવામાં આવ્યા છે. જેના આધારે દવાઓ પણ બનાવવામાં આવી છે. ડો. હેતલ ક્યાડા દ્વારા અત્યાર સુધી ૩૩ જેટલા દર્દીના મૃતદેહની ઓટોપ્સી કરી રિસર્ચ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ૩૨ વર્ષના યુવાનથી લઇ ૯૫ વર્ષની વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. ઓટોપ્સી રિસર્ચ દરિયાન કોરોનાથી દર્દીને શરીરમાં લોહીના ગઠ્ઠા થવા, ફાઈબ્રોસિસ થવું અને લિવરમાં પણ અમુક અંશે અસર થતી હોવાનું સામે આવ્યું છે. તમામ રિસર્ચ બાદ અલગ અલગ ૫થી ૬ જેટલા રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યા છે. આ પેપર જર્નલ ઓફ મેડિકલ અમેરિકન અને જર્નલ ઓફ મેડિકલ બ્રિટિશ ખાતે મોકલવામાં આવ્યા છે. ડો. હેતલ ક્યાડાએ ઓટોપ્સી રૂમની ખાસિયત વિશે જણાવ્યું હતું કે આ રૂમની અંદર ઇન્ફેક્શન કંટ્રોલ રાખવાના હોય છે. ટેમ્પરેચર સાથે કોઈ લેવાદેવા હોતું નથી. પીએમ કરનાર અને રૂમની આજુબાજુ ઈન્ફેક્શન ફેલાવવું જાેઈએ નહીં. આ વાયરસ હવામાં નથી ફેલાતો. જાે એર બોન્ડ ડિઝીઝ હોય તો વાયરસ હવામાં ફેલાય, પરંતુ આ વાયરસમાં એર બોન્ડ ડિઝીઝ નથી. આવતા મહિને જ ત્રીજી લહેર દેખા દે તો નવાઈ નહીં, લોકો નિયમોનું પાલન કરવામાં ચૂકી જાય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના હેડ ડો.હેતલ ક્યાડા સાથે ડ્ઢૈદૃઅટ્ઠ મ્રટ્ઠજાટ્ઠિ સાથે વાતચીત કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. ડો.હેતલ ક્યાડા ગુજરાતમાં સૌથી વધુ કોરોના મૃતદેહની ઓટોપ્સી કરનાર ડોક્ટર છે. તેઓએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા કે પખવાડિયામાં ત્રીજી લહેર આવે તેવી સંભાવના છે. વેક્સિનના બે ડોઝ લેનાર લોકોને આ લહેરમાં ઓછી અસર થશે. સંશોધનના પેપર કેન્દ્ર અને વિદેશ મોકલવામાં આવ્યા છે. આ રિસર્ચ પેપર પરથી ર્જીંઁ અને અમુક દવા બનાવવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ઘાતક બીજી લહેર પુરી થયા બાદ હવે ત્રીજી લહેરની દહેશત જાેવા મળી રહી છે. આ રીતે હાલ લોકો નિયમોનું ઉલ્લંઘન કરી છૂટથી હરી-ફરી રહ્યાં છે. આ જાેતા સપ્ટેમ્બરનાં પ્રથમ પખવાડિયામાં ત્રીજી લહેર દસ્તક દે તેવી પુરી સંભાવના છે. જાેકે વેક્સિનેશન સારા પ્રમાણમાં થયું હોવાથી તેની તિવ્રતા ઓછી હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. સાથે જ કોરોના દર્દીઓની સૌથી વધુ ઓટોપ્સી રાજકોટમાં થઈ છે. આ ઓટોપ્સી બાદ કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા રિસર્ચ પેપર ઉપરથી નવી ર્જીંઁ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં તેના પરથી અમુક દવાઓ પણ બનાવવામાં આવી છે.