ઓસ્ટ્રિયા-

ઓસ્ટ્રિયામાં એક વ્યક્તિએ બરફના ટુકડાઓથી ભરેલા એક બોક્સમાં રહીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે. તેણે આઈસબોક્સની અંદર બરફની વચ્ચે અઢી કલાકનો સમય વિતાવ્યો છે.અહેવાલ મુજબ, ઓસ્ટ્રિયામાં રહેતો જોસેફ કોએબરી પોતાનો ધંધો કરે છે. કાચના એક બોક્સમાં ખભા સુધી ભરેલા બરફના ટુકડાઓની વચ્ચે બે કલાક 30 મિનિટ અને 57 સેકન્ડ પસાર કર્યા. જે બરફ વચ્ચે રહેવાનો એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.


જોસેફે કહ્યું કે તે જમાવી દે તેવા ગલનને ટાળવા માટે તે પોતાનું ધ્યાન સકારાત્મક વિચારો પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કરતી વખતે તેને વધારે ઠંડી ન લાગી અને વધુ સમય પસાર કરી શક્યો હતો.જોસેફે ગયા વર્ષે બરફથી ભરેલા બોક્સમાં રહેવાનો જુનો રેકોર્ડ તોડ્યો છે. આ વખતે, તે પાછલા સમય કરતા 30 મિનિટ જેટલો વધારે લાંબો સમય બરફના ટુકડાઓથી ભરેલા બોક્સમાં રહ્યો.