આ ભરત‘સિંહ’ જ છે!!
18, ઓગ્સ્ટ 2020

આણંદ, તા. ૧૭ 

પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીનો રાજ્યસભાની ચૂંટણીના ત્રણ દિવસ પછી જ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ૫૦ દિવસથી વધારે વેન્ટિલેટર પર કોરોનાને ફાઇટ આપીને ભરતસિંહની તબીયત હવે સુધારાં પર છે. એક દિવસ પહેલાં જ તેઓને વેન્ટિલેટર પરથી શિફ્ટ કરવામાં આવ્યાં છે. ગઈકાલે ભરતસિંહની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમનાં ચાહકો અને સપોર્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જાેકે, તસવીરમાં પણ ભરતસિંહ સ્માઇલ આપતાં હોવાથી તેમની તબીયત હવે સારી હોવાનો સંદેશો તેમનાં સપોર્ટરને મળ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ વિશે જણાવ્યું હતું કે, ગત જૂનમાં રાજ્યસભા ઇલેક્શન પછી ભરતભાઈનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. લગભગ ૫૦ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં. ૩૬ કલાક પહેલાં જ વેન્ટિલેટર પરથી શિફ્ટ કરવામાં આવ્યાં છે. કોરોનાને તો ક્યારનો હરાવી દીધો છે, પણ બીજા થોડાં કોમ્પ્લિકેશન્સને કારણે હાલ સારવાર ચાલી રહી છે. 

અમિતભાઈ ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, હાં, તાજેતરમાં જે તસવીર બહાર આવી છે એ ભરતભાઈની જ છે. તેઓ ખરેખર ફાઇટર છે. આટલાં લાંબા સમયથી સારવાર લઈ રહ્યાં છે. કોરોનાને ક્યારનો હરાવી દીધો છે. કોરોના સામે જંગ લડતાં છેલ્લાં ૬૦ દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ તેઓનું વજન ઘટી ગયું છે. સૂત્રોનું કહેવું છે કે, ભરતભાઈને તમે ઓળખી ન શકો એવાં દેખાઈ રહ્યાં છે. તેમનો વીલ પાવર ખુબ જ મજબૂત હોવાથી કોરોનાને ફાઇટ આપી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાનનો એક ફોટો ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચરોતરમાં તેમનાં ચાહકોમાં ચિંતા સાથે આશ્ચર્ય ફેલાયું હતું. જાેકે, ભરતસિંહની તબીયત સ્ટેબલ હોવાના સમાચાર આવ્યાં પછી તેમનાં ચાહકોમાં ચિંતા ઓછી થઈ હતી.  

અમિત ચાવડાનું કહેવું છે કે, રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન તેમને કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું હતું. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ સારવાર અર્થે પહેલાં વડોદરાની બેંકર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબીયત વધુ લથડતાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો, પણ એ દરમિયાન તેઓનું બ્લડપ્રેશન લો થઈ જતાં કોમ્પ્લિકેશન્સ ઊભાં થયાં હતાં. ભરતસિંહના ફેંફસાને ખુબ જ ડેમેજ થયું છે. તેઓની કિડની પર અસર થવાથી સારવાર લાંબી ચાલી છે. લાંબી સારવારને કારણે તેમનું વજન પણ ખાસ્સું ઘટી ગયું છે. સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી ભરતસિંહની મૂંછો કાઢી નાખવામાં આવી છે. પરિણામે તેઓને ઓળખવામાં લોકો થાપ ખાય ગયાં હતાં. જાેકે, ભરતસિંહનો હસતો ચહેરો જાેઈને ચરોતરમાં ચિંતા થોડી ઓછી થઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution