રક્ષાબંધનનો તહેવાર સોમવારે પૂરા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો. બોલિવુડથી લઇ ટીવી કલાકારોમાં પણ રક્ષાબંધનને લઇ ખાસ્સો ઉતત્સાહ જોવા મળ્યો. સૌ કોઈએ ખાસ અંદાજમાં આ તહેવારને સેલિબ્રેટ કર્યો. એવામાં બોલિવુડના દબંગ ખાન સલમાને પણ રક્ષાબંધનની ઉજવણીથી જોડાયેલી અમુક તસવીરો પોતાના ફેન્સ માટે શેર કરી છે.

જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોહિલ ખાન, આયુષ શર્મા, અરહાન ખાન, નિર્વાન ખાન અને પરિવારના અન્ય સભ્યો રાખડી બાંધ્યા દેખાઇ રહ્યા છે. સલમાન ખાનની આ તસવીરને લઇ ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.