મુંબઇ-

કોરોનાવાઈરસ મહાબીમારી સામે મહારાષ્ટ્ર રાજ્યએ આદરેલા જાેરદાર જંગમાં એક કરોડથી વધારે લોકોને કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

એક કરોડથી વધારે નાગરિકોને કોરોના રસીના બંને ડોઝ આપીને એમને રોગચાળા સામે સુરક્ષિત કરવા બદલ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આરોગ્ય વિભાગની પ્રશંસા કરી છે અને એના અધિકારીઓ તથા તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં આખા દિવસમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વધુ પોણા ચાર લાખ લોકોને રસી અપાયા બાદ બંને ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા ૧ કરોડ ૬૪ હજાર ૩૦૮ પર પહોંચી હતી. રાજ્યમાં ૪,૧૩,૧૯,૧૩૧ નાગરિકોએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. આ જાણકારી આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસે આપી હતી.