સગીરાના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બે સુધી કર્યુ એવુ કામ કે..
10, મે 2021

વડોદરા-

ડભોઇ તાલુકાના વસઈ ગામની એક સગીર કન્યાને પ્રેમજાળમાં ફસાવી દીધા બાદ તેણીના ફોટા વાયરલ કરી દેવાની સાથે પરિવારને ખતમ કરી નાખવાની વારંવાર ધમકી આપીને સેવાલિયા ના હવસખોરે કન્યાનુ બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ દુષ્કૃત્યમાં હવસખોરની બહેન પણ મદદ કરતી હોવાથી બંને સામે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને ભાઈ બહેનની શોધખોળ શરૂ કરી છે.

ડભોઇ તાલુકાના વસઈ ગામના એક રહીશે પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામની હુસેની સોસાયટીમાં રહેતો સમીર હારુનભાઈ વ્હોરા વર્ષ 2019 થી અવારનવાર અમારા ગામે આવતો હતો તેને મારી સગીર દીકરી પૂજા ( નામ બદલ્યું છે). સાથે સંપર્ક વધારી પ્રેમ બંધ બાંધ્યો હતો અને પૂજાને અમારી જાણ બહાર સેવાલિયામાં તેની ફોઈના ઘરે પણ લઈ જતો હતો. ફોઈના ઘરે પૂજાને લઇ જઇ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. તેમજ આ વાત કોઇને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ " તેવી ધમકી પૂજાને આપતો હતો. એક દિવસ ડભોઇ શિનોર ચોકડીપાસે આવેલી કેનાલ ખાતે પૂજાને તેના ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી જબરદસ્તી કરી હતી. ત્યારે સમીરના આ કૃત્યથી પૂજા વધુ ગભરાઈ ગઈ હતી. દરમિયાન સમીરની બહેન રોઝીના ઉર્ફે ગુડ્ડી સોહિલભાઈ વ્હોરા ( રહે, ઝેબા પાર્ક સોસાયટી, 100 ફૂટ રોડ, આણંદ) પણ પૂજાને તું મારા ભાઈ સાથે કેમ પ્રેમ સંબંધ રાખતી નથી? મારો ભાઈ બોલાવે ત્યારે તારે એને મળવા આવું પડશે નહીં આવે તો તને બદનામ કરી નાખીશું અને તારા લગ્ન પણ ક્યાંય નહીં થવા દઈએ. " તેમ કહી ધમકી આપતી હતી. તેથી મારી દીકરીએ નાછૂટકે ભાઈ-બહેન ના ત્રાસથી છોડાવવા અમને જાણ કરી હતી. સગીર કન્યાના પિતા ની ફરિયાદ આધારે પોલીસે ભાઈ અને બહેન ની વિરુદ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution