અમદાવાદ-

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં 2019માં 993 કેસોમા 1034 માણસોની હત્યા થઈ હતી. આ આંકડો સૂચવે છે કે દરરોજ સરેરાશ 3 વ્યક્તિની હત્યા કરવામાં આવે છે. હકારાત્મક વાત એ છે કે 2018ની સંખ્યામાં ગત વર્ષે હત્યાના કેસોમાં થોડો ઘટાડો થયો છે. 2018માં 1072 એફઆઈઆર દર્જ થઈ હતી, એ આંકડો 2012માં 7% ઘટી 996 થયો હતો. અમદાવાદ અને સુરત બન્નેમાં કલમ 302 નીચે નોંધાયેલી એફઆઈઆરમાં અનુક્રમે 17% અને 10%નો ઘટાડો થયો હતો. 

રિપોર્ટ મુજબ, 44% હત્યા પારિવારિક કલહ (106), નાણાકીય ઝઘડા (80) અને પ્રોપર્ટીના વિવાદ (41)ના કારણે થઈ હતી. પાણીની માથાકુટના કારણે 4 લોકોના જીવ ગયો હતો, જયારે નાની અમથી બાબતોના કારણે 228 હત્યા થઈ હતી. રાજયમાં જાદુટોના-મંત્રતંત્રના કારણે ત્રણની હત્યા થઈ હતી. રોડ રેજ (રસ્તા પર વાહન ચલાવવા બાબતે માથાકુટ-મારામારી)માં એક હત્યા થઈ હતી અને દહેજના કારણે 3 હત્યા થઈ હતી. 

હત્યાનો ભોગ બનેલા લોકોના વિશ્લેષણ મુજબ 87 અથવા 8.4% કમભાગીયો 18 વર્ષથી નીચેની વયના હતા. બીજી બાજુ 71 આરોપીઓ તરુણો હતા. હત્યા થયેલા લોકોમાં 65 સીનીયર સીટીઝન હતા. 31 મર્ડર કેસમાં પોલીસે એટ્રોસીટીની જોગવાઈનો પણ ઉપયોગ કર્યો હતો.