છોટાઉદેપુર, છોટાઉદેપુરના રૂનવાડ ગામ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે ન ૫૬ ઉપર આવેલ રેલવે ફાટકો ઉપર વાહન વ્યવહાર મા તકલીફ ન પડે એ હેતુથી સરકાર દ્વારા એક વર્ષ પહેલાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જેની મેન્ટેનન્સ કામગીરી દરમ્યાન બ્રિજ ઉપરથી ત્રણ ટ્રકો પસાર થતી હતી જેણે અચાનક બ્રેક મારતા ઝાટકો લાગતા બ્રિજની સાઈડ ઉપરની ત્રણ પેનલો અચાનક ધસી પડી હતી.રૂનવાડ પાસે આવેલ ઓવરબ્રિજનું રિપેરીંગનું કામ ચાલી રહ્યું હતું જે સમય દરમ્યાન તા ૧૬ ના રોજ સાંજે ૬ કલાકે બ્રિજ ઉપરથી ત્રણ ટ્રકો પસાર થતી હતી. જેના ચાલકોએ અચાનક બ્રેક મારતા બ્રિજની સાઈડ ઉપર ફિટ કરવામાં આવેલ પેનલો ને ઝાટકો લાગતા વારા ફરતી ત્રણ પેનલો ધસી પડી હતી. જેમાં હાલ પૂરતો બ્રિજ ઉપરનો રસ્તો બંધ તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યો હતો.ઓવરબ્રિજ પરની પેનલો ધસી પડતા તંત્ર દ્વારા પેહલા જે બ્રિજની નીચેની બાજુએ જૂનો રસ્તો હતો ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ રખાયો હતો. ઘટના સંદર્ભે કોઈને જાનહાની ન થતા તંત્રએ રાહત અનુભવી હતી. આ અંગે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ધસી પડેલી પેનલો અંગે બ્રિજની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી.