વડોદરા.તા.૨૯

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટી વિવાદોની કેન્દ્વ બની ગઇ છે. યુનિ. પરિસરમાં યુવતીની છેડતીની ઘટના સહિત વાંરવાર મારામારીનાં બનતા બનાવો ચિંતા ઉપજાવે છે.

 ત્યારે આજે યુનિ.ના વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ યુનિ. સત્તાધીશોને રજુઆત કરી યુનિ. પરિસરમાં કાયદો- અને વ્યવસ્થાની સ્થિતિને ગંભીરતા લેવા રજુઆત કરી હતી.

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી પાસે એક વિદ્યાર્થીની કોલેજના જ ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરવામાં આવ્યાની ઘટના બની છે. તો બીજી તરફ સાયન્સ ફેકલ્ટી પાસે એક વિદ્યાર્થીને ફટકો મારી તેનું માથું ફોડી નાખ્યાનો બનાવ બન્યો છે. આમ એક જ દિવસમાં છેડતી અને મારામારીની ઘટનાઓ બનતા યુનિવર્સિટી જાણે વિવાદોનું કેન્દ્ર બની ગઇ છે.બન્ને ઘટનાઓને લઇને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતાં તેમાં થઇ રહેલા વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. યુનિટી બિલ્ડિંગ પાસે છેડતી કરવાનાં બનાવમાં કોમર્સ ફેકલ્ટી પાસેથી એક વિદ્યાર્થિની પસાર થઇ રહી હતી, ત્યારે યુનિટ બિલ્ડિંગ ખાતે કૈયુમખાન પઠાણ અબુતાલીબ અબ્દુલકલામ પઠાણ અને શાહીદ મુસ્તકીમ શેખે વિદ્યાર્થીની સામે અભદ્ર ઇશારા કરી છેડતી કરી તેનો પીછો કર્યો હતો. સમગ્ર મામલે વિદ્યાર્થીની ફરીયાદનાં આધારે સયાજીગંજ પોલીસે ત્રણેય

આરોપીઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસે ધરપકડ કરી છે.

વિદ્યાર્થી સંગઠનોએ યુનિ.સત્તાધીશોને રજૂઆત કરી

 યુનિ. પરિસરમાં છાશવારે બનતી અસમાજીક ઘટનાઓ અંગે ચિંતા વ્યકત કરી યુનિ.માં કાર્યરત વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ યુનિ. સત્તાધીશોને આવેદનત્ર આપી રજુઆત કરી હતી. અને સાથે સિન્ડિકેટ બેઠક પુર્વ સભ્યોને પણ લેખિતમાં રજુઆત કરી હતી. એન.એસ.યુ.આઇનાં સુઝાન લાડમેન સહિત વિદ્યાર્થીઓએ ચિંતા સાથે જણાવ્યુ હતુ કે મુક પ્રક્ષક બની ને વિવિધ ઘટનાઓ અંગે મૌન સેવતા યુનિ. સત્તાધીશો કોઇ મોટી ગંભીર ઘટનાની રાહ જાેતા હોય એમ લાગે છે. જયારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવ્યુ હતુ કે યુનિ. વિઝિલન્સ ટીમ ઉંઘતી ઝડપાઇ છે. યુનિ. પરસિરમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાંનમાં રાખીને અભયમ અથવા સી. ટીમ જેવી વ્યવસ્થા ઉભી કરવી જાેઇએ અને દોષિત વિદ્યાર્થીઓને યુનિમાંથી સસ્પેંન્ડ કરવા જાેઇએ. વિદ્યાર્થી વિકાસ પરિષદે પણ ગર્લ્સ હોસ્ટેલમાં પરત આવવાનો સમયમર્યાદા વધારવાની માંગ કરી હતી.

યુનિવર્સિટી પરિસરમાં જ મારમારીની વધુ એક ઘટના બની

 કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો આયુશ શર્મા સાયન્સ ફેકલ્ટી પાસે બેસી તેની ફ્રેન્ડ સાથે વાત કરતો હતો. ત્યારે બાજુમાં બેઠેલા કરણ, વાસુ અને અન્ય એક અજાણ્યા યુવકે તું અમારી વાતો કેમ સાંભળે છે ? તેમ કહીને જેમાં વાસુએ લોખંડનો સળિયો આયુશના માથાનાં ભાગે ઇજાઓ પોંહચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત થયેલ આયુશને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે કરણ, વાસુ અને અજાણ્યા યુવક સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.