એંધલ નજીક કારમાંથી ૧ કરોડ રોકડ સાથે ત્રણ યુવાનની ધરપકડ : હવાલાના રૂપિયાની આશંકા
28, જુલાઈ 2020

રાનકુવા,તા.૨૭ 

ગણદેવી પોલીસે હવાલાના રૂપિયાની હેરફેર થતી હોવાની આશંકા સાથે ત્રણને ઝડપી લીધા છે. હવાલાના રૂપિયા હોવાની આંશકા સાથે ઝડપાયેલા યુવકો પાસેથી અઠ્‌યાસી લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. ત્રણેય યુવકોની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. જેમાં રૂપિયા મહારાષ્ટ્રના નાસિકથી લાવીને સુરતમાં આપવા લઈ જવાતા હોવાનું સામે આવી રહ્યું છે.

પોલીસ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર સ્ટાફના માણસો સાથે વાહન ચેકિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાસિંગની એક ઈનોવા કાર માં સવાર ત્રણ વ્યક્તિઓ મહારાષ્ટ્ર થી સુરત મોટી રકમ લઈને જઈ રહ્યા છે અને આ નાણાં હવાલાના હોવાનું જાણવા મળ્યું હતું બાતમીને આધારે વર્ણન મુજબની ઈનોવા કાર (નંબર એમ.એચ.૦૨ બીજી ૮૩૬૨) પસાર થતાં અટકાવીને તલાસી લેતા નાણાં ભરેલો થેલો મળી આવ્યો હતો પોલીસે કારમાં સવાર ત્રણે યુવાનોની અટકાયત માં લઈને પૂછપરછ હાથ ધરી હતી પોલીસની પૂછપરછમાં તેઓ નાસિક થી કારમાં સવાર થઈને સુરત આવતા હતા અને મિલિન્દ જનાર્દન યશવંતે(રહે નાસિક) જયેશ કનુ પટેલ. વિપુલ રણછોડ કડવા પટેલ (મૂળ રહે મહેસાણા કંથરાવી ગામ) હોવાનું ખુલ્યું હતું તેઓની પાસેથી મળી આવેલા મોટા પ્રમાણમાં નાણાં ની ગણતરી કરવા માટે બેન્કમાંથી મશીનને મંગાવવાની ફરજ પડી હતી.ઉપરોક્ત નાણાં હવાલાના હોવાની આશંકા હોય તેણે યુવાનોની ઝીણવટભરી પૂછપરછ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે. સુરતી કરી રહ્યા છે પોલીસે ગણતરી કરતા ઉપરોક્ત નાણાં ૮૮ લાખ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution