સાબરકાંઠા-

જિલ્લાના ઇડર શહેર ના આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઇને સ્થાનિક લોકો અને વેપારીઓએ વિરોધ દર્શાવવા માટે સ્વયંભૂ બંધના એલાનને અનુસર્યા હતા. ઇડર શહેર આજે સજ્જડ રીતે બંધ રહી રોશની દર્શાવ્યો હતો. ઐતિહાસિક ઇડરીયા ગઢને ખનન કરવામાં આવી રહ્યુ છે. જેને લઇ સ્થાનિક લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિક લોકોએ ઈડરીયા ગઢને લઈ ફરી એકવાર વિરોધ દર્શાવ્યો છે. સરકાર દ્વારા ખનનની મંજૂરી આપવામાં આવી હોવાનુ માનીને લોકો દ્વારા મંજુરી રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. ઈડરિયો ગઢ ધરોહર છે અને તેની જાળવણી જરુરી છે. દિવસભર શહેરના લોકોએ બંધનુ પાલન શિસ્તબદ્ધ રીતે કરીને પોતાની લાગણીઓ દર્શાવી હતી. ઇડરીયા ગઢને સાચવવા માટે દિવસભરનો સ્થાનિકોનો જુસ્સો અડગ રહ્યો હતો.

સ્થાનિક આગેવાન નટુભાઇ પંડ્યાએ કહ્યુ હતુ કે, ફરી એકવાર ખનન શરુ ચુક્યુ છે. જેને લઇને તેને બંધ કરવા માટેની માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે બંધ થવી જોઇએ. આજે ઇડરના લોકોએ સ્વંયભૂ બંધ પાળ્યો છે.જિલ્લાના ગૌરવ ઈડરિયા ગઢને પ્રાણીઓ દ્વારા ખોદકામ કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો ઈડરિયો ગઢ ચોતરફથી ખોતરાઈ રહ્યો છે. જેને લઇ સ્થાનિક લોકોમાં વ્યાપક રોષ વર્તાઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ અગાઉ પણ અનેકવાર આ બાબતે વિરોધ દર્શાવ્યો છે. તેમ છતાં ખનનને સંપૂર્ણપણે બંધ કરવામાં આવી રહ્યું નહોતુ. ઇડરના આગેવાનો અને વેપારીઓએ એકજૂટ થઇ ગુરુવારે ઇડર બંધનુ એલાન જાહેર કર્યું હતું. જેમાં લોકોને સ્વયંભૂ જોડાવા માટેની અપીલ કરવામાં આવી હતી. વેપારીઓ અને વિવિધ સંગઠનો આજે બંધમાં જોડાયા હતા. પોતાની લાગણી દર્શાવી હતી કે, ગઢ ઐતિહાસિક રીતે સુરક્ષિત રહેવો જોઈએ.