28, ડિસેમ્બર 2020
દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાજપના નેતા અરુણ જેટલીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના પ્રખર વ્યક્તિત્વ, બુદ્ધિ, કાનૂની સમજ અને હાજરજવાબીને જનતા યાદ કરે છે, ભાજપના અન્ય નેતાઓએ પણ પૂર્વ નાણાં પ્રધાનને યાદ કર્યા. જેટલી ઘણા વર્ષોથી પાર્ટીના કેટલાક પ્રખર નેતાઓમાંથી એક હતા. અને તેઓ ખૂબ જ સૂક્ષ્મ રાજકીય સમજ ધરાવતા નેતાઓમાંના એક માનવામાં આવતા હતા. જેટલીનો જન્મ 1952 માં થયો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં તેમનું અવસાન થયું હતું.
મોદીએ ટ્વીટ કર્યું હતું કે, હું મારા મિત્ર અરુણ જેટલીને તેમની જન્મજયંતિ પર યાદ કરી રહ્યો છું. તેમના ઓજસ્વી વ્યક્તિત્વ, બુદ્ધિ, કાયદાકીય સમજણ અને હાજરજવાબીને બધા જ યાદ કરે છે. ભારતની પ્રગતિ માટે તેમણે અથાક મહેનત કરી. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે જેટલી એક અસાધારણ સંસદસભ્ય હતા, જેનું જ્ઞાન અને સૂઝ ખૂબ જ દુર્લભ છે. તેમણે કહ્યું કે, "દેશના રાજકારણમાં તેમનો લાંબા સમયથી ફાળો છે અને તેમણે સંપૂર્ણ ઉત્સાહ અને સમર્પણ સાથે દેશની સેવા કરી છે." ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે જેટલીને સારા વક્તા અને સક્ષમ વ્યૂહરચનાકાર તરીકે યાદ કરવામાં આવ્યા કરવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે પાર્ટીને મજબૂત બનાવવામાં જેટલીની ભૂમિકા હંમેશા યાદ રહેશે.