અમદાવાદ-

કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-5માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,40,055પહોંચી ગઇ છે. સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 18માં ક્રમે પહોચ્યું છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 15 લોકોએ જીવ ગુમાવ્યો રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 3478 થયો હાલ રાજ્યમાં કોરોનાના 16,762 એક્ટિવ કેસો છે, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 84 દર્દીઓ વેન્ટિલેટર પર તો બીજી બાજુ સારવાર બાદ 1250 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અત્યાર સુધી રાજ્યમાં કોરોના મુક્ત થનાર દર્દીઓનો આંકડો 1.19 લાખને વટાવી ગયે