અમદાવાદ-

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીને લઇ મતદાન પ્રકિયા ચાલી રહી છે. ત્યારે આઠ બેઠકો પર 1 વાગ્યા સુધી કુલ 35.66% ટકા મતદાન થયું છે. 1 વાગ્યા સુધી સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 56.78% થયું છે. 1 વાગ્યા સુધી બેઠક પ્રમાણે મતદાનની વાત કરવામાં આવે તો તે આંકડાઓ નીચે મુજબ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન આઠ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે ત્યારે ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે સોશિયલ ડિસટન્સ તેમજ કોવિડ-19ની ગાઇડલાઇન્સના પાલન સાથે આઠ બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.

ક્રમ બેઠક મતદાનના ટકા 

1. અબડાસા 38.41%

2. લિંબડી 34.09%

3. મોરબી 31.90

4. ધારી 23.78%

5. ગઢડા 28.64%

6. કરજણ 40.64%

7. ડાંગ 56.78%

8. કપરાડા 37.15%