રાજપીપળા,  આગામી ૨૯ માર્ચ ૨૦૨૧ને સોમવારનાં રોજ ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા મહત્વનો ર્નિણય લેવાયો છે. એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો ૨૯ માર્ચ સોમવાર ધુળેટી પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે પરંતુ જે સોમવારની રજા છે તે ૩૦ માર્ચ મંગળવારનાં રોજ તમામ સ્થળોએ રજા રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી,પરંતુ આગામી ૨૯ માર્ચ ૨૦૨૧ ને સોમવારનાં રોજ ધુળેટી પર્વ હોય લોકો નદી કિનારે કુદરતી વાતાવરણ માં રહેવાનું વધુ પસંદ કરે છે કેવડિયા નર્મદા કિનારે આવેલું સ્થળ છે.અને કેવડિયા માં અન્ય ઘણા પ્રોજેક્ટો જાેવાના મળી રહે એટલે લોકો સોમવારની રજા સમજી આ વિસ્તારની જગ્યાએ બીજા સ્થળે પ્લાનિંગ ના કરે એ માટે તંત્ર દ્વારા સોમવાર ની રજા મંગલવારે રાખી છે.સવારે ૮ થી સાંજનાં ૬ દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરીએ શકાશે.