પોરબંદરમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ASI નું મોત
24, ઓક્ટોબર 2020

પોરબંદર-

શહેરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસ કર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં રાજકોટ સારવાર અર્થે લઈ જતા હતા, તે દરમિયાન એક ASI નું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માતમાં પૂરપાટે દોડી આવી રહેલી જીપે કમ્પાસ કારે સર્કલ નજીક ઓટોને ટક્કર મારી હતી. જેમાં નાઇટ કોમ્બિંગમાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્તમાં ઘાયલને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન એક ASIનું રસ્તામાં મોત થયું હતું. ત્યારે ઘટનાના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોરબંદર શહેર પોલીસની હદમાં આવેલી વીરભનુની ખાંભી નજીક મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. એક જીપ કમ્પાસ કાર પુરપાટે આવી રહી હતી, જે સર્કલ નજીક ઓટો સાથે અથડાઈ હતી. તે દરમિયાન આ સર્કલ પર બે પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા હતા. કારની ટક્કરમાં આ બંને પોલીસકર્મીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્ત ગોવિંદભાઈ ગરચરને સારવાર અર્થે રાજકોટ લઈ જતા હતા. તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક પોલીસ કર્મી હજુ ગંભીર હાલતમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution