જેસીબીની અડફેટમાં આવતા સાત માસની બાળકીનુ કરુણ મોત
25, જુલાઈ 2020

ભરુચ-

ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં એક ગમખ્વાર દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં એક જેસીબી નીચે કચડાઈ જવાથી 7 માસના બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પહેલી નજરે જાેનારાઓ પણ દ્રવી ઉઠ્યા હતા. ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં ખાતર બનાવતી કંપની મેસર્સ પુષ્પા જે. શાહમાં આ ઘટના બની હતી. આ ઘટના બન્યા બાદ જેસીબીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં જાણવા મળી રહ્યુ છે કે, કંપની બહાર સાત માસનું બાળક ક્રિશને જેસીબીએ અડફેટે લેતા મોત નિપજ્યું છે. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની મળતી માહિતી, ભરૂચના પાનોલી જીઆઈડીસીમા જેસીબી નીચે કચડાઈ જવાથી ૭ માસના બાળકનું મોત નીપજ્યું છે આ ઘટનામાં બીલવાડના રહેવાસી મુકેશભાઈ દીનાભાઈ મેસર્સ પુપ્ષા જે કંપનીમાં નોકરી કરે છે.

મુકેશભાઈને સંતાનમાં એક દીકરી અને સાત મહિનાનું બાળક છે. મુકેશભાઈની પત્ની પણ મેસર્સ કંપનીમાં મજૂરીકામ કરે છે. તેમના પરિવાર કંપનીએ આપેલી એક ઓરડીમાં રહે છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે તેમો બાળક કેમ્પસમાં રમતો હતો ત્યારે કંપનીનું જેસીબી મશીન માટી ભરવા માટે આવ્યું હતું. ત્યારે જેસીબીના ડ્રાઈવર ઈલેશ ડામોર પૂરઝડપે મશીન હંકાર્યું હતું. આવામાં તેઓએ પાછળ પોતાનો દીકરો રમતો હોઈ જેસીબી ધીરેથી હંકારવા પણ ડ્રાઈવરને ટકોર કરી હતી. પરંતુ ડ્રાઈવર ઈયરફોન નાંખીને જેસીબી ચલાવતો હોવાથી તેણે સાંભળ્યું ન હતું. ડ્રાઈવરે જીસીબી હંકારીને બાળકને અડફેટે લીધો હતો. જેથી માસુમ બાળકના માથા પરથી જેસીબીનું ટાયર ફરી વળ્યું હતું.

આ અકસ્માતમાં બાળકનું માથું ફાટી ગયું હતું. ઘટના સ્થળે જ માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. બાળકના માથાના બે ભાગ થઈ ગયા હતા. જેસીબી મશીન ગફરત ભરી અને બેફિકરાઈથી હંકાર્યા બાદ ડ્રાઈવર ઈલેશ ત્યાથી ભાગી છૂટ્યો હતો. આ અંગે બાળકના પિતાએ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution