વાશિંગ્ટન,તા.૧૮ 

અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ રાષ્ટÙીય સલાહકાર જ્હોન બોલ્ટનના પુસ્તકે છપાતા પહેલાં જ દુનિયાભરમાં તહેલકા મચાવી દીધો છે. બોલ્ટન એ પોતાના પુસ્તકમાં ટ્રમ્પ અને ચીનના સંબંધોને લઇ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કÌšં કે ટ્રમ્પે ૨૦૨૦ના વર્ષમાં યોજાનાર રાષ્ટÙપતિ ચૂંટણીઓમાં જીત માટે ચીનના રાષ્ટÙપતિ શી જિનપિંગ પાસે મદદ માંગી હતી.

બોલ્ટનના પુસ્તકના કેટલાંક અંશ ધ વોલ સ્ટ્રીટ જર્નલ, ધ વોશિંગ્ટન પોસ્ટ અને ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયા છે. તેમાં બોલ્ટને દાવો કર્યો છે કે જ્યારે ગયા વર્ષે જૂનમાં જાપાનના ઓસોકામાં ય્-૨૦ દરમ્યાન ટ્રમ્પ શી ને મળ્યા તો અમેરિકાના રાષ્ટÙપતિ ચૂંટણી અંગે એવી વાતો કરવા લાગ્યા કે કેવી રીતે ચીનની આર્થિક ક્ષમતા એવી છે કે તેઓ દેશમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર અભિયાન પર અસર પાડી શકે છે. બોલ્ટને લખ્યું છે કે ટ્રમ્પે શી ને તેમને જીતાડવાની અપીલ કરી.

બોલ્ટનના મતે ટ્રમ્પે અમેરિકાના ખેડૂતોને મહત્વ આપવા પર જાર આપ્યું અને કÌšં કે કેવી રીતે ચીનના સોયાબીન અને ઘઉં ખરીદવાથી અમેરિકાના રાષ્ટÙપતિ ચૂંટણી પર અસર પાડી શકે છે. બોલ્ટને દાવો કર્યો કે ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ વોર ખત્મ કરવાની અને પશ્ચિમ ચીનમાં ઉઇગર મુÂસ્લમો માટે કન્સેન્ટ્રેશન કેમ્પ બનાવાની રજૂઆત સુદ્ધાં કરી નાંખી.

બીજીબાજુ બુધવારના રોજ અમેરિકાએ ઉઇગર મુÂસ્લમોના વિરૂદ્ધ ચીનમાં થઇ રહેલી કાર્યવાહીને લઇ ચીનને સજા આપતું બિલ પાસ કર્યું છે. તેના અંતર્ગત ઉઇગર મુÂસ્લમો પર સર્લિલાંસ કરનારું અને તેમને ડિટેન્શન સેન્ટરોમાં નાંખનાર અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે. કહેવાય છે કે ચીનની વિરૂદ્ધ કોઇ દેશે ઉઠાવેલું આ સૌથી મોટું પગલું છે. આ બિલ એવા સમયમાં પાસ કરાયું છે જ્યારે દેશના વિદેશ મંત્રી માઇક પોÂમ્પયો હવાઇમાં એક ચીની ડિપ્લોમેટસની સાથે મુલાકાત કરવા ગયા છે.