11, જુન 2021
વોશિંગ્ટન-
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને ગુરૂવારે એક મહત્વનો ર્નિણય લીધો હતો. અમેરિકામાં ટિકટોક, વીચેટ અને અન્ય ૮ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકનારા ડોનાલ્ડ ટ્ર્મ્પ પ્રશાસનના ર્નિણય પર રોક લગાવી દેવામાં આવી છે. જાે બાઈડન પ્રશાસને હવે એક નવો આદેશ જાહેર કર્યો છે જેના અંતર્ગત આ એપ્સને લઈને તપાસ કરવામાં આવશે. સાથે જ એ નિષ્કર્ષ કાઢવામાં આવશે કે, શું આ મોબાઈલ એપ્સ અમેરિકાની સુરક્ષા માટે જાેખમી તો નથી ને. જાે બાઈડન પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમની સરકાર લોકોને ઓનલાઈન સુરક્ષાનો માહોલ આપવા માંગે છે, તેઓ ગ્લોબલ ડિજિટલ ઈકોનોમીનું સમર્થન કરે છે. આ સંજાેગોમાં તે ર્નિણય પાછો ખેંચવામાં આવ્યો છે અને તે અંગે નવેસરથી વિચારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટની શરૂઆતમાં સમગ્ર વિશ્વમાં ચીનનો વિરોધ થયો હતો. આ દરમિયાન ચીની એપ્લિકેશન દ્વારા ડેટા ચોરીની વાતો પણ સામે આવી હતી. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ટિકટોક, વીચેટ જેવી એપ્સ પર પ્રતિબંધ મુકવા કહ્યું હતું.જાેકે અમેરિકી કોર્ટમાં આ આદેશના વિરોધમાં અરજી દાખલ કરાઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ટિકટોક, વીચેટ જેવી એપ્સના નવા ડાઉનલોડ પર પ્રતિબંધ મુક્યો હતો. મતલબ કે જેના ફોનમાં આ એપ્સ પહેલેથી ડાઉનલોડ હોય તેમાં તે કામ કરશે પરંતુ કોઈ નવી વ્યક્તિ ડાઉનલોડ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારતે પણ ચીની એપ ટિકટોક, વીચેટ પર પ્રતિબંધ મુક્યો હતો. ભારતે આશરે ૧૦૦ જેટલી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો અને તેને ડેટા ચોરીનો મોટો મુદ્દો ગણાવ્યો હતો.