બાલાસિનોર, તા.૨૯ 

છેલ્લાં કેટલાંય સમયથી મહિસાગર જિલ્લામાં પશુઓની મોટાપાયે ગેરકાયદે હેરાફેરીના કિસ્સાઓ રોજબરોજ બની રહ્યાં છે. મહિસાગર જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ સૂચનાઓ અપાઇ હતી કે, બાલાસિનોર પોલીસ દ્વારા ગતરાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મોડાસાથી ગોધરા જવા માટે આઇસર ટેમ્પોમાં કતલના ઇરાદે ૧૫ ગૌવંશ લઈ જવાઈ રહ્યાં છે. બાતમીના આધારે નવાઆંટા ગામ નજીક સુઝલામ સુફલમ નહેર ઉપર પોલીસ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમીવાળી આઇસર ટેમ્પો આવતાં પોલીસને જાેઈ થોડે દૂર ટેમ્પો ઊભો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આઇસર ટેમ્પાનાં પાછળના ભાગે ૧૫ ગૌવંશ ખીચોખીચ દયનીય હાલતમાં ચારેય પગોએ દોરડા વડે બાંધીને ભરી દેવામાં આવ્યાં હતાં. ગૌવંશ અને ટેમ્પા સહિત પોલીસે મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.