ઓલપાડ,તા.૪ 

ઓલપાડ તાલુકા આરોગ્ય તંત્રની કચેરીના બે કર્મચારીઓ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ સુરત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર પાનવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

સરોલી ના ચંદનબેન રતિલાલ પટેલ ઓલપાડ તાલુકામાં હેલ્થ વિઝિટિર(ટીએચવી) તરીકે નોકરી કરતા હતા.તેમણે ૩૧ વર્ષની ફરજ દરમિયાન તાલુકાના વિવિધ પ્રા.આરોગ્ય કેન્દ્રોમાં એફએચસીડબલ્યુ તરીકે ફરજ બજાવી છેલ્લા છ માસથી મોર પ્રા.આરોગ્ય કેન્દ્રમાં બદલી સાથે બઢતી મેળવી ઓલપાડના ટીએચવી તરીકે ફરજ બજાવતા હતા.તેઓ તા.૩૦મી જૂનના રોજ નિવૃત્ત થયા હતા.જ્યારે તાલુકા આરોગ્ય કચેરીમાં ઓફથલમિક આસિસ્ટટ તરીકે ફરજ બજાવી વયમર્યાદાથી નિવૃત થયેલા ચિંતન વ્યાસ અને ચંદનબેન પટેલનું કચેરીના કર્મીઓએ શુભેચ્છા સાથે વિદાય આપી સન્માન કર્યું હતું.આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન દરમ્યાન સુ.જિ.આ.સમિતિના અધ્યક્ષ કિશોર પાનવાલા અને ઓલપાડ બ્લોક હેલ્થ ઓફિસર પ્રશાંત સેલરે બંન્ને આરોગ્ય કર્મીઓની સેવાની કદર કરી તેઓના નિવૃતિ પછીના તંદુરસ્ત અને દીર્ઘાયું આયુષ્ય માટે શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે મોર પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર કૃણાલ જરીવાલા, ડા.અલ્પાબેન, ઓલપાડ બ્લોક હેલ્થ ઓફિસ, મોર પીએચસીના સ્ટાફ,આશાવર્કર બહેનોએ હાજરી આપી હતી.