નર્મદામાં બે ખાનગી કોવિડ હોસ્પિટલોને મંજૂરી મળી
17, એપ્રીલ 2021

રાજપીપળા

નર્મદા જિલ્લાના કોરોના દર્દીઓને સારવાર માટે બહાર ન જવું પડે એ માટે જિલ્લા વહીવટી તંત્રએ રાજપીપળાની આનંદ હોસ્પિટલ અને સૂર્યા હોસ્પિટલને અનુક્રમે ૨૦-૨૦ બેડની કોવિડ હોસ્પિટલની મંજૂરી આપી છે. પરંતુ સરકારી નિયમ મુજબ આ ૨૦ બેડ પૈકી ૫ ઓક્સિજનની સુવિધા વાળા બેડ સરકાર માટે એટલે રાજપીપળા કોવિડ હોસ્પિટલ માટે ૨૪ કલાક રિઝર્વ રાખવા પડશે, જાે કે સરકાર એનું અલગથી ખાનગી હોસ્પિટલને ચુકવણું પણ કરશે. રાજપીપળામાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં જનરલ વોર્ડ બેડના એક દિવસના ૫૭,૦૦ રૂપિયા અને હાઈ ડીપેન્ડન્સી યુનિટના એક દિવસના ૮૦૭૫ રૂપિયા ચાર્જ સરકારે નક્કી કર્યા છે, આનાથી વધારે ચાર્જ તેઓ લઈ શકશે નહીં.

ખાનગી હોસ્પિટલમાં દર્દીએ ચૂકવવાના ચાર્જમાં સવારનો ચ્હા, નાસ્તો, બપોરનું જમવાનું, સાંજની ચ્હા અને રાતનું જમવાનું હોસ્પિટલ તરફથી હશે.સારવાર દરમિયાન ડોકટર, સ્ટાફનર્સ, હોસ્પિટલના અન્ય સ્ટાફના પી.પી.ઈ કીટ-ગ્લોઝ-માસ્ક-ફેશશિલ્ડ-સેનેટાઈઝર તથા રૂમ-પલંગ-નર્સિંગ ચાર્જ હોસ્પિટલ તરફથી હશે. પેથોલોજી ટેસ્ટ અન્વયે ટેસ્ટ પણ આ ચાર્જમાં સામેલ છે.

ખાનગી હોસ્પિટલોના દર્દીઓને સારી સારવાર મળે તે હેતુથી રેમેડેસિવિર કોઈ પણ વધારાના ચાર્જ વગર ખરીદ કિમતે જનરલ હોસ્પિટલ રાજપીપલા તરફથી આપવામાં આવશે.ખાનગી હોસ્પિટલો દ્વારા રેમેડિસિવિરમેળવવા માટે નિયત નમુનામાં અરજી કરવાની રહેશે જેમાં, દાખલ દર્દીના કેસની વિગત (ડોકટરના પ્રીસ્ક્રીપ્શન તેમજ કેસની હિસ્ટ્રીશીટ), દર્દીના આધારકાર્ડની નક્લ, ટેસ્ટની નકલ (૭ દિવસથી ઓછા સમયનો હોવો જાેઈશે.), નાણા ભરપાઈ કર્યાની પહોચ/ચલણના પુરાવા રજુ કરવાના રહેશે. દર્દીના કોઈ પણ સંબંધીએ ઈન્જેકશન લેવા આવવાનુ રહેશે નહિ.હોસ્પિટલના અધિકૃત કર્મચારીએ તમામ આધાર પુરાવા સાથે ઈન્જેકશન લેવા આવવાનુ રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution