અરવલ્લી, તા.૨૮ 

માલપુર તાલુકાના પોલીસ સ્ટાફના માણસો ચોરીવાડ ત્રણ રસ્તા ઉપર વાહનચેકિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે લુણાવાડા તરફથી પીક-અપમાં ગેરકાયદે રીતે બે બળદોને ભરીને ચોરીવાડ તરફ આવે છે,તે પિકઅપને ઉભી રખાવતા તેના ચાલકે બેદરકારીપૂર્વક રીતે હંકારતા તેને પકડવા માટે પોલીસ સ્ટાફ પાછળ જતા તે પિકઅપ કાટકુવા ગામ નજીક પલટી મારી ગયું હતું. જેમાંથી બે સખ્શો ભાગવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યા હતા.પીઍઅપમાંથી બે બળદોને બચાવીને બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે. માલપુર પોલીસ સ્ટાફ ચોરીવાડ ત્રણ રસ્તા ઉપર વાહનચેકિંગ કરતા હતા.દરમિયાનમાં બાતમી મળી હતી કે લુણાવાડા તરફથી પીકઅપ પાસ પરમીટ વગર બે બળદોને ભરીને ચોરીવાડ તરફ આવનાર છે,તેની તપાસ રાખીને કોર્ડન કરતાં પિકઅપને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા ચાલકે હંકારી મુકતા જેને પોલીસે પકડવા પાછળ પડતા પીકઅપ કાટકુવા નજીક પલ્ટી મારી ગયું હતું.જેમાંથી બે શખ્શોએ ભાગવાનો પ્રયત્ન કરતાં તેમને પકડવામા આવ્યા હતા. પિકઅપ પકડતા ડાલાના પાછળના ભાગે બે બળદોના રસ્સી વડે મુશ્કેટાટાંધેલા હતાં. ઘાસચારા કે પાણીની વ્યવસ્થા ન હતી.બળદો ભરવાનો પાસ પરમીટના હોય બળદ નંગ ૧ ની કિંમત ૭૦૦૦ લેખે,નંગ બેની ૧૪૦૦૦ રૂ.તથા પિકઅપડાલાની કિં. ૨૫૦૦૦૦ લેખે ૨૬૪૦૦૦નો મુદ્દામાલ સાથે પકડી માલપુર પોલીસે રાહુલભાઈ ધનજીભાઈ વાળંદ, ગોપાલભાઈ ચંદુભાઈ થોરી (બન્ને રહે. ધનસુરા શક્તિનગર) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.