અમદાવાદ-

સોશિયલ મિડીયા પર એક જીપ કારમાં રાષ્ટ્રધ્વજ લગાવીને સ્ટંટ કરતો વિડીયો વહેતો થયો હતો. જો કે આ વિડીયો નિકોલ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આ વિડીયોની કોઈ પણ પુષ્ઠી કરવામાં આવી નથી. પરંતુ નિકોલ પોલીસ હજી સુધી ઘોર નિંદ્રામાં હોય તેવી ચર્ચા ચાલી રહી છે. વિડીયો બનાવનાર શખ્સે કાયદાની એસીતેસી કરી નાખી હોય તે રીતે વિડીયો બનાવ્યો છે. બીજી બાજુ નિકોલ પોલીસ દ્રારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

શહેરમાં સોશિયલ મિડીયા પર તલવાર વડે કેક કાપતો અને રસ્તા પર સ્ટંન્ટ કરતા અનેક વિડીયો વહેતા થયા છે. જે વિડીયો વહેતો થયા બાદ સ્થાનિક પોલીસ વિડીયોને આધારે કાર્યવાહી પણ કરતી હોય છે. જો કે આવો જ એક વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. જેમાં એક યુવક તેની જીપમાં ભારત દેશનો રાષ્ટ્રીય ધ્વજ લગાવીને રસ્તા પર સ્ટંટ કરી રહ્યો છે. જો કે અચાનક કાર ચલાવીને કારની ઉપર ઉભો રહીને સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર ઝડપથી વહેતો થયો હતો. બીજી બાજુ આ વિડીયો નિકોલ વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ નિકોલ પોલીસ જાણે ગોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર સોશિયલ મિડીયા પર અનેક વિડીયો વહેતા થયા બાદ પોલીસ કાર્યવાહી કરે છે ત્યારે નિકોલ પોલીસને આ અંગે જાણ છે કે નહીં? અને જો જાણ છે તો પછી કોઈ કાર્યવાહી કરવામાં કેમ આવી નથી તે પણ પ્રશ્ન લોકો મુખે ચર્ચાઈ રહ્યો છે. બીજી બાજુ એવી પણ ચર્ચા ચાલી રહી છે વિડીયો બનાવનાર યુવકના પોલીસમાં મિત્રો હોવાથી તેને બચાવી રહ્યા છે. પરંતુ આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે જાહેર રોડ પર સ્ટંટ કરી રહ્યો છે જાણે આ યુવકને કાયદાનું કોઈ ભાન જ ન હોય વિડીયો બનાવીને કાયદાની એસીતેસી કરી નાખી છે. જો કે આ વિડીયો અંગે હજી સુઈ કોઈ પુષ્ઠી કરવામાં આવી નથી. પરંતુ આ વિડીયો નિકોલ વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે.