09, જુલાઈ 2021
દિલ્હી-
દિલ્હી હાઇકોર્ટે યૂનિફોર્મ સિવિલ કોડ પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. છુટાછેડાના એક કેસમાં ચુકાદો સંભળાવતા કોર્ટે કહ્યુ કે દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડની જરૂરત છે. જસ્ટિસ પ્રતિભા એમ.સિંહે પોતાના ર્નિણયમાં કહ્યુ કે આજનો હિન્દુસ્તાન ધર્મ, જાતિ, સમુદાયની ઉપર ઉઠી ચુક્યો છે.
ભારતમાં ધર્મ-જાતિના અવરોધો ધીમે ધીમે અદ્રશ્ય થઇ રહ્યા છે. આ બદલાવને કારણે લગ્ન અને છુટાછેડામાં પણ તકલીફ પડી રહી છે. આજની યુવા પેઢીએ આ તકલીફો સામે ઝઝુમવુ ના જાેઇએ. દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ થવો જાેઇએ. આર્ટિકલ ૪૪માં જે યૂનિફોર્મ સિવિલ કોડની આશા વ્યક્ત કરવામાં આવી છે તે માત્ર આશા ના રહેવી જાેઇએ, તેને હકીકતમાં બદલવુ જાેઇએ. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યુ કે આ ર્નિણય કાયદા મંત્રાલયને મોકલવામાં આવે જેથી કાયદા મંત્રાલય તેની પર વિચાર કરી શકે.
છુટાછેડાના એક કેસમાં ચુકાદો સંભળાવતા દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ પ્રતિભા એમ.સિંહે આ ટિપ્પણી કરી છે. કોર્ટ સામે સવાલ ઉભો થઇ ગયો હતો કે છુટાછેડા પર ર્નિણય હિન્દૂ મેરેજ એક્ટ અનુસાર આપવામાં આવે અથવા પછી મીના જનજાતિના નિયમ અનુસાર. પતિ હિન્દૂ મેરેજ એક્ટ અનુસાર છુટાછેડા ઇચ્છતો હતો જ્યારે પત્નીનું કહેવુ હતું કે તે મીના જનજાતિમાંથી આવે છે જેને કારણે તેની પર હિન્દૂ મેરેજ એક્ટ લાગુ નથી થતો. આ કારણે તેના પતિ દ્વારા દાખલ ફેમિલી કોર્ટમાં છુટાછેડાની અરજી ફગાવી દેવામાં આવે. પતિએ હાઇકોર્ટમાં પત્નીની આ દલીલ વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે પતિની અપીલને સ્વીકારી હતી અને યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જરૂરત પર ટિપ્પણી કરી હતી.