સરકારને જગાડવા સયાજી હોસ્પિટલના કેમ્પસમાં ઘંટનાદ સાથે વિરોધ નોંધાવ્યો
18, મે 2021

વડોદરા : ગુજરાત નર્સ્િંાગ એસોસિયેશન દ્વારા તેમની ઘણા સમયથી કેટલીક પડતર માગણીઓના મુદ્‌ે સરકારમાં રજૂઆતો કરી તબક્કાવાર આંદોલન ચલાવી રહ્યા છે તેમ છતાં સરકાર દ્વારા નર્સ્િંાગ એસોસિયેશનની માગણીઓના મામલે દુર્લક્ષ સેવાતી હોવાથી છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી અહિંસક આંદોલન ચલાવી રહેલ સયાજી હોસ્પિટલમાં નર્સ્િંાગ મેલ-ફીમેલ કર્મચારીઓ દ્વારા આજે સવારે થાળી અને વાટકીના ઘંટનાદ દ્વારા ઊંઘતી સરકારને જગાડવાના પ્રયાસના ભાગરૂપે સયાજી હોસ્પિટલમાં અધિક્ષકની કચેરી બહાર ઘંટનાદ કરી વિરોધ-પ્રદર્શન યોજ્યું હતંુ અને સરકાર નહીં જાગે તો આવતીકાલે પ્રતિક ધરણાં પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ ગુજરાત નર્સ્િંાગ એસોસિયેશન દ્વારા ઘણાં સમયથી પગાર-ભથ્થા સહિત મળવાપાત્ર લાભો અને આઉટસોર્સ્િંાગ ભરતીપ્રથા બંધ કરવા સહિત કેટલીક પડતર માગણીઓ સંદર્ભે સરકારમાં રજૂઆતો કરી આંદોલન ચલાવી રહ્યા છે. પરંતુ સરકારમાં બેઠેલા આલા સરકારી સત્તાધીશો અને વહીવટી અધિકારીઓ નર્સ્િંાગ એસો.ની રજૂઆત તેમના કાને અથડાતી નથી અને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી નર્સ્િંાગ કર્મચારીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. હાલ ચાલી રહેલા આંદોલનમાં શહેરની સૌથી મોટી સરકારી એવી સયાજી હોસ્પિટલનો નર્સ્િંાગ એસોસિયેશન પણ જાેડાયું છે અને આજે નર્સ્િંાગના મેલ-ફીમેલ કર્મચારીઓ દ્વારા આજે સવારે સરકારને જગાડવા માટે થાળી-વાટકી વગાડી ઘંટનાદ સાથે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં જાે સરકાર નહીં જાગે તો આવતીકાલથી પ્રતિક હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution