24, જુલાઈ 2021
દિલ્હી-
સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના અજિતપુર બાયપાસ પર બન્યો હતો. શનિવારે સવારે છ લોકો ઇકો કારમાં બરેલીથી મુરાદાબાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન મુરાદાબાદ સાઈડ પરથી આવી રહેલા ડીસીએમ ટ્રકે અજીતપુર બાયપાસ ઉપર કારને ટક્કર મારી હતી.
અજિતપુર બાયપાસ પર ડીસીએમ ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો . આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા, જ્યારે બે ઇજાગ્રસ્તોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં એક નવતર પરિણીત દંપતીનું પણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ અને ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢીયા હતા અને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો હતા.અકસ્માતની બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી જેસીબીથી મૃતકો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રિન્કી અને અન્ય એકનું મોત જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. અકસ્માત બાદ ડીસીએમ ડ્રાઈવર સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે પરિવારના સભ્યોને જાણ કરી છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.