લખનૌ-

ઉત્તર પ્રદેશના ગરીબ હિંદુઓના બળજબરીથી ધર્મ પરિવર્તનનો મોટો ખુલાસો થયો છે. એટીએસ લખનૌએ આ કેસમાં બે મૌલાનાની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે બંનેએ અત્યાર સુધીમાં 1000 થી વધુ ગરીબ હિન્દુઓને ધર્માંતરિત કર્યા છે. આ લોકોએ મથુરા, વારાણસી સહિત યુપીના ઘણા જિલ્લાઓમાં ધર્મ પરિવર્તન અભિયાન ચલાવતા હતા. તેમણે પોતે અનેક મૂક-બધિર મહિલાઓના ધર્મ બદલીને લગ્ન કરાવ્યાની વાત કબુલ કરી છે. ઉમર અને જહાંગિરે નોઇડાની મૂક-બધીર શાળાના દોઢ ડઝન બાળકોના પણ ધર્માંતરણ કરાવ્યા છે. લખનૌમાં આ બંને સામે અનેક કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR માં આઈડીસી ઇસ્લામિક દાવા સેન્ટરના ચેરમેનનું નામ પણ શામેલ છે. આ સેન્ટર દિલ્લીના જામિયા નગર C2 જોગાબાઈ એક્સ્ટેન્શનમાં આવેલ છે. આ સેન્ટરની વાત કરીએ તો તેમાં 2 વર્ષથી જબરદસ્તી ધર્માંતરણનું કામ કરવામાં આવી રહ્યું છે. તેઓ વર્ષમાં 250 થી 300 લોકોનું ધર્મપરિવર્તન એક વર્ષમાં કરાવે છે. આ મામલે માહિતી આપતાં એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું છે કે એક મોટી ગેંગ ધર્મ પરિવર્તન માટે રોકાયેલી છે જે લોકોને પૈસા અને અન્ય પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરે છે. આ કેસમાં દિલ્હીના બાટલા હાઉસનો રહેવાસી ઉમર મોહમ્મદ અને તેના સાથી જહાંગીરની લખનઉ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.