વડોદરા

ભારત સરકારના જળ શકિત મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) કાર્યક્રમ શરૂ છે. આ કાર્યક્રમ હેઠળ તા.૧૯ નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિનની ઉજવણી કરવામાં આવે છે. સ્વચ્છતાના ક્ષેત્રે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અગ્રેસર રીતે કામગીરી કરી રહ્યો છે. આ ઉજવણી નિમિત્તે સ્વચ્છ ભારત પુરષ્કાર” કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા જિલ્લો સ્વચ્છ ભારત પુરષ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં બાંધકામ થયેલ કુલ ૧,૦૯,૦૫૪ વ્યકિતગત શૌચાલય, સફાઈ સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. જિલ્લાની ૧૨૫ ગ્રામ પંચાયત તેમજ તે ગ્રામ પંચાયતોમાં થયેલ ઘનકચરા વ્યવસ્થાપનની કામગીરી અને કોવિડ-૧૯ હેઠળ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી કરવામાં આવી હોય તેવા જિલ્લાઓમાં થયેલ સ્વચ્છતાલક્ષી કામગીરીને પ્રોત્સાહિત કરવા વર્ચ્યુઅલ એવોર્ડ વિતરણ સમારોહ અને સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. સ્વચ્છતાલક્ષી ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ વર્ચ્યુઅલ સ્વચ્છ એવોર્ડ વિતરણ સમારોહ અને સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી.બી.ચૌધરીએ વર્ચ્યુઅલ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. દેશના ૨૦ જિલ્લા પૈકી ગુજરાત રાજયમાંથી વડોદરા અને રાજકોટ જિલ્લાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા નિયામકે જણાવ્યું છે.