વડોદરા: કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે કકળાટ, મહિલા કાર્યકર ધ્રુસકે- ધ્રુસકે રડી પડયા
13, ફેબ્રુઆરી 2021

વડોદરા-

વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં ટિકિટ મુદ્દે કકળાટ શરૂ થયો છે. જેમાં છેલ્લી ઘડીએ જોગેશ્વરી મહારાઉલની ટિકિટ કપાતા તેઓ ધ્રુસકે ને ધ્રુસકે નર્મદા ભુવન ખાતે રડી પડ્યા હતા,જોગેશ્વરી મહારાઉલે અણઘડ જિલ્લા પંચાયત અને રણોલી જિલ્લા પંચાયત બેઠક પરથી ટિકિટ માટે દાવેદારી કરી હતી. જોકે પાર્ટીએ છેલ્લી ઘડીએ રાજુ ઠાકોરને ટિકિટ ફાળવી દેતા જોગેશ્વરી મહારાઉલે નારાજગી દર્શાવી હતી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ટિકિટ ફાળવણીને લઇને આ વખતે કોંગ્રેસમાં કાર્યકરોની નારાજગી મોટા પ્રમાણમાં જોવા મળી છે. જેમાં કોંગ્રેસમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની અને મેન્ડેટ ન આપવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં મજબુત દાવેદારોએ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન અને તોડફોડ કરી છે. જ્યારે મહિલા ઉમેદવારોને આંસુ સારીને પોતાની ટિકિટ કપાવવાનું દુખ વ્યક્ત કર્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution